જાહેરમાં અશ્લિલ હરકતો માટે અરશદ આઝાદ ફરી જેલભેગો

Wednesday 11th January 2023 05:35 EST
 

લંડન

જાહેરમાં અશ્લિલ ચેનચાળા દ્વારા નિજાનંદમાં મસ્ત થવા માટે 62 વર્ષીય અરશદ આઝાદને બીજીવાર જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ગયા ઉનાળામાં આજ અપરાધ માટે અરશદ આઝાદને 28 સપ્તાહની કેદની સજા અપાઇ હતી. પરંતુ આ વખતે હવે તેને આઠ મહિનાની કેદ ફટકારવામાં આવી છે. 24 નવેમ્બર 2022ના રોજ અરશદ આઝાદને બ્રિયર્લી હિલ ખાતે આ પ્રકારની વર્તણૂંક કરતાં ઝડપી લેવાયો હતો. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, અરશદ આઝાદનો અપરાધ ગંભીર છે કારણ કે તે વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. અરશદ આઝાદને 200 પાઉન્ડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter