જાહેરમાં કચરો ફેંકનાર ભારતીય વિદ્યાર્થીને 360 પાઉન્ડનો દંડ

Tuesday 05th March 2024 11:37 EST
 

લંડનઃ સ્લાઉમાં એક ભારતીય વિદ્યાર્થીને કચરો ગમે ત્યાં ફેંકવા માટે 360 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેને કચરો ગમે ત્યાં ફેંકવાને અપરાધ માનવામાં આવે છે તેની જાણકારી નહોતી. ડોલ્ફિન રોડ પર રહેતા લવપ્રીત સિંહને ગયા સપ્તાહમાં સ્લાઉની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેણે અપરાધ સ્વીકારી લીધો હતો. સપ્ટેમ્બર 2023માં અક્સબ્રિડ રેલવે બ્રિજ ખાતે મોટા પ્રમાણમાં કચરો ફેંકવા માટે લવપ્રીત સિંહની ઓળખ કરી હતી. લવપ્રીતે જણાવ્યું હતું કે, તેની પાસે 20 દિવસ સુધી વેસ્ટ બિન નહોતાં તેથી કચરાનો નિકાલ ક્યાં કરવો તેની તેને ખબર પડતી નહોતી. તે ગુરુદ્વારા જવાના માર્ગે એક જગ્યાએ કચરો ફેંકી દેતો હતો. તેને જાણ નહોતી કે યુકેમાં ગમે ત્યાં કચરો ફેંકવો અપરાધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter