જાહેરમાં થૂંકનારા અને ગંદકી ફેલાવનારા માટેનો દંડ મહત્તમથી પણ બમણો કરાયો

સડક પર કચરો ફેંકનારે 1000 પાઉન્ડ અને થૂંકનારે 500 પાઉન્ડ દંડ ચૂકવવો પડશે

Tuesday 18th July 2023 11:22 EDT
 
 

લંડનઃ જાહેરમાં થૂંકનારા, સડક કિનારે કચરો નાખનારા અને દિવાલો પર ગ્રેફિટિંગ દ્વારા ચિતરામણ કરનારા લોકો પાસેથી વસૂલાતો મહત્તમ દંડ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી સડક પર કચરો ફેંકનારને ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ દ્વારા વધુમાં વધુ 400 પાઉન્ડનો દંડ કરાતો હતો જે હવે વધીને 1000 પાઉન્ડ એટલે કે બમણા કરતાં પણ વધુ થઇ ગયો છે. તેવી જ રીતે જાહેરમાં થૂંકનારા માટેનો દંડ 150 પાઉન્ડથી વધારીને 500 પાઉન્ડ કરવામાં આવી રહ્યો છે. જે લોકો પોતાના ઘરના કચરાનો નિકાલ વ્યવસ્થિત રીતે નહીં કરે તેમના માટેનો દંડ 400 પાઉન્ડથી વધારીને 600 પાઉન્ડ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણ મંત્રી રેબેકા પોવે જણાવ્યું હતું કે, અમે સમાજ વિરોધી વર્તન સામે આકરાં પગલાં લઇ રહ્યાં છીએ જેથી કચરો અને ગંદકી ફેલાવનારા અપરાધીઓને દંડિત કરી શકાય. સમાજ પાસે તમામ પ્રકારની વ્યવસ્થા છે તેથી તેમણે આ સમસ્યાને દૂર કરવાના પ્રયાસ કરવા જોઇએ. તેથી અમે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા દંડની રકમ વધારવાના પગલાંને સમર્થન આપી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter