જાહેરમાં યોજાતા સામુહિક ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવા નાઇજલ ફરાજની માગ

રિફોર્મ યુકે અને કન્ઝર્વેટિવ નેતાઓએ લંડનના મેયર દ્વારા યોજાયેલી ઇફતારની ટીકા કરી

Monday 23rd March 2026 11:26 EDT
 
 

લંડનઃ રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે સામુહિક ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવાની માગ કરી છે. તેમણે લંડનના ટ્રફાલગર સ્ક્વેરમાં મેયર સાદિક ખાન દ્વારા આયોજિત ઇફતારનો પણ વિરોધ કર્યો હતો. ફરાજે જણાવ્યું હતું કે, સાદિક ખાન દ્વારા આયોજિત ઇફતાર બ્રિટિશ જીવન જીવવાની પદ્ધતિ પર હાવી થવાનો પ્રયાસ હતો.

લંડનની ઇફતાર પાર્ટી હવે વિવાદનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ટોરી નેતા કેમી બેડનોકે તેમના શેડો જસ્ટિસ સેક્રેટરી નિક તિમોથીને સમર્થન આપ્યું છે. તિમોથીએ જણાવ્યું હતું કે, આ ઇફતાર પાર્ટી વિભાજનકારી અને પ્રભુત્વ હાંસલ કરવાનું કૃત્ય હતું.

શું તમે તમામ પ્રકારની સામુહિક ધાર્મિક ઉજવણીઓ પર રોક લગાવવા ઇચ્છો છો તેવા પત્રકારોના સવાલના જવાબમાં ફરાજે જણાવ્યું હતું કે, હા. મેં ક્યારેય યહૂદીઓ અથવા તો ખ્રિસ્તીઓને જાહેરમાં પ્રાર્થના કરતા જોયા નથી. હું વ્યક્તિગત પ્રાર્થના કે નમાઝની વિરુદ્ધ નથી. જાહેરમાં સામુહિક નમાઝ પર રોક લાગવી જોઇએ. ઘણા મુસ્લિમ દેશોમાં પણ જાહેરમાં સામુહિક નમાઝ પર પ્રતિબંધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter