જીપી અને હોસ્પિટલ એપોઇન્ટમેન્ટ માટે ફી વસૂલવા સાજિદ જાવિદનું સૂચન

નોર્વે અને સ્વીડનમાં જીપી એપોઇન્ટમેન્ટ માટે 20 પાઉન્ડ વસૂલાય છે - જાવિદ

Wednesday 25th January 2023 06:23 EST
 
 

લંડન

પૂર્વ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું છે કે એનએચએસનું હાલનું મોડેલ વધુ સમય ટકી શકે તેમ નથી. સરકારે જીપી એપોઇન્ટમેન્ટ અને એએન્ડઇ વિઝિટ માટે ફી વસૂલવી જોઇએ. જોકે 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન રિશી સુનાક આ પ્રકારના કોઇ પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યા નથી. ટોરી લીડરશિપના પ્રચાર દરમિયાન રિશી સુનાકે જીપી અથવા હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ ચૂકી જનારા દર્દીઓ પાસેથી 10 પાઉન્ડનો દંડ વસૂલવાનો પ્રસ્તાવ જરૂર મૂક્યો હતો. પરંતુ આ પ્રસ્તાવની આકરી ટીકા થતા તેમણે આ યોજના પડતી મૂકી હતી.

સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, જીપી અને હોસ્પિટલ એપોઇન્ટમેન્ટ માટે ફીની વસૂલાત કરીને એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડી શકાય. ઓછી આવક ધરાવતા દર્દીઓને તેમાંથી મુક્તિ પણ આપી શકાય. આમ કરવું સરળ નથી પરંતુ તેનાથી એનએચએસની વ્યવસ્થામાં સુધારો કરવાની મદદ જરૂર મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આયર્લેન્ડમાં રેફરલ વિના જ ઇન્જરી યુનિટમાં સારવાર માટે 75 યૂરોની વસૂલાત કરાય છે. નોર્વે અને સ્વીડનમાં જીપી એપોઇન્ટમેન્ટ માટે 20 પાઉન્ડની વસૂલાત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter