જીવનનિર્વાહ કટોકટીઃ 7.3 મિલિયન લોકોને એક ટંક ખાવાના પણ સાંસા

Wednesday 25th May 2022 06:26 EDT
 

લંડનઃ યુકેમાં જીવનનિર્વાહના વધતા ખર્ચને કારણે 2 મિલિયનથી વધુ વયસ્કોને દરરોજ ખાવાનું પોસાતું ન હોવાનું એક સર્વેક્ષણમાં જણાયું છે! દર સાતમાંથી એક વયસ્ક વ્યક્તિ (7.3 મિલિયન) ખોરાકી અસુરક્ષા ધરાવતા હોવાનો અંદાજ છે જે, જાન્યુઆરી (4.7 મિલિયન)ની સરખામણીએ 57 ટકા વધુ છે. આગામી સમયમાં ફૂગાવો વધવાનું યથાવત રહેશે અને એપ્રિલથી રાષ્ટ્રીયNIમાં વધારા તેમજ એનર્જી પ્રાઈસ મર્યાદા ઊંચી જવાની સંપૂર્ણ અસર અનુભવાતા ઘરેલું બજેટ વધુ ખોરવાશે તેવી ચેતવણી પણ અપાઈ છે.

દેશના લોકો દ્વારા ખોરાક લેવાં સંબંધિત તાજેતરના સર્વેક્ષણો દર્શાવે છે કે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ખોરાક પર કાપ મૂકતા અથવા ભોજન નહિ કરતા પરિવારોમાં 57 ટકાનો વધારો થયો છે. ફૂડ ફાઉન્ડેશન થિંકટેન્ક દ્વારા કરાયેલા સંશોધન અનુસાર 2.6 મિલિયન બાળકો સહિત લાખો લોકો હવે સામાન્ય કરતાં ઓછું ભોજન લે છે, નિયમિતપણે ભોજન સંપૂર્ણપણે છોડી દે છે અથવા ભૂખ્યા હોવાં છતાં, જમતા નથી કારણકે પ્રથમ રાષ્ટ્રીય લોકડાઉનની શરૂઆતમાં જોવાં મળેલી ખોરાકની અછત ફરી અનુભવાઈ રહી છે.

ફૂડ બેંક્સ જણાવે છે કે ઘણાં લોકો માટે ઊર્જાનો ખર્ચ એટલો વધુ છે કે ચેરિટી ફૂડ પાર્સલમાં કૂકરનો ઉપયોગ કરી ફરી રાંધવું પડે અથવા ફ્રીઝ કે ફ્રીઝરમાં રાખવા પડે તેવો ખોરાક નહિ આપવા વિનંતી કરે છે. ઊર્જા, ખાદ્યપદાર્થો અને પેટ્રોલનો ભાવવધારો તેમજ નીચાં ફૂગાવાથી મળતા લાભની સરખામણીએ ખાદ્ય સુરક્ષામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. પ્રારંભિક તારણોથી આઘાત પામેલા ફૂડ ફાઉન્ડેશને પુનઃ વ્યાપક ધોરણે સર્વેક્ષણ કરવાં છતાં, સરખા જ પરિણામ મળ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter