જીવવાનો પ્રયાસ કરીને મૃત્યુ પામવાની મરણોત્તર અપીલમાં સુદીક્ષાનો વિજય

ચુકાદાના કારણે દર્દીઓ તેમની સારવાર માટે નિર્ણય લઇ શકે તે દિશામાં દ્વાર ખુલશે

Tuesday 06th August 2024 11:19 EDT
 

લંડનઃ એક અસાધ્ય બીમારીના કારણે મૃત્યુ પામનાર ભારતીય મૂળની સગીરા એનએચએસ ટ્રસ્ટ સામે દાખલ કરેલી મરણોત્તર અપીલમાં જીતી ગઇ છે. 19 વર્ષીય સુદીક્ષા થિરુમલેશ અસાધ્ય મિટોકોન્ડ્રીયલ ડિસઓર્ડરથી પીડાતી હતી. તેણે તેનું જીવન બચી જાય તે માટેની ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા વિદેશ જવાની એનએચએસ પાસે પરવાનગી માગી હતી. જો કે એનએચએસ દ્વારા આ પરવાનગી આપવામાં આવી નહોતી. ગયા વર્ષે હૃદયરોગના હુમલામાં તેનું મોત થયું હતું.

સુદીક્ષાના માતાપિતાએ દર્દીઓ તેમની સારવાર માટે નિર્ણય લઇ શકે તે માટે કાનૂની લડાઇ જારી રાખવાનો નિર્ણય કર્યો હતો અને કોર્ટ ઓફ અપીલ દ્વારા અપાયેલો ચુકાદો આ પ્રકારના દર્દીઓ માટે વ્યાપક અસર લાવનારો છે.

સુદીક્ષા તેના રોગ સામે લડવા પ્રતિબદ્ધ  હતી અને ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા અમેરિકા અથવા તો કેનેડા જવા ઇચ્છતી હતી. પરંતુ માતાપિતા સહિતના પરિવારજનો અને સુદીક્ષાની સારવાર કરી રહેલા મેડિકલ નિષ્ણાતો વચ્ચેના મતભેદના કારણે તેને વિદેશ જવાની પરવાનગી અપાઇ નહોતી.

કોર્ટ ઓફ અપીલે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, સુદીક્ષા સારવાર સંબંધિત તેની ઇચ્છાઓ વ્યક્ત કરવામાં માનસિક રીતે સક્ષમ હતી. 3 જજની બેન્ચે જણાવ્યું હતું કે, સુદીક્ષા કોઇ માનસિક બીમારીથી પીડાતી નહોતી. તે તેના પરિવારજનો અને સારવાર કરી રહેલી મેડિકલ ટીમ સાથે સારી રીતે વાત કરી શક્તી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter