લંડનઃ ગયા સપ્તાહમાં જીસીએઇના પરિણામ જાહેર થઇ ગયાં. કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓએ આ વર્ષે જીસીએઇની પરીક્ષામાં સારો દેખાવ કરીને વધુ ટોપ ગ્રેડ હાંસલ કર્યાં છે. ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશમાં 23 ટકા વિદ્યાર્થીએ 7 અથવા તેથી વધુનો ગ્રેડ હાંસલ કર્યો છે. જીસીએસઇના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું છે પરંતુ વિદ્યાર્થીઓનો દેખાવ પણ અગાઉ કરતાં સારો રહ્યો છે. વેલ્સમાં ટોપ થ્રી ગ્રેડ હાંસલ કરનારા વિદ્યાર્થીઓન સંખ્યા 20.1 ટકા રહી જ્યારે 4 અથવા તેનાથી સારા ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 63.8 ટકા રહી હતી. નોર્ધન આયર્લેન્ડમાં 7 અથવા તેથી વધુ ગ્રેડ હાંસલ કરનારા વિદ્યાર્થીની સંખ્યા 31.4 ટકા જ્યારે 4 અથવા વધુ ગ્રેડ હાંસલ કરનારાની સંખ્યા 63.8 ટકા રહી હતી.
જોકે ટોપ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો વધારો થયો હોવા છતાં ઇંગ્લિશ અને મેથ્સમાં નાપાસ થનારા વિદ્યાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ પાસ મેળવવામાં નિષ્ફળ વિદ્યાર્થીઓની સંખ્. 39.8 ટકા જ્યારે મેથ્સમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 41.7 ટકા રહી છે જે ચિંતાજનક આંકડો છે. મેથ્સ પાસ કરનારા 17 કે તેથી વધુ વયના વિદ્યાર્થી 18.2 ટકા રહ્યાં છે જ્યારે ઇંગ્લિશ પાસ કરનારા વિદ્યાર્થી 23.1 ટકા રહ્યાં છે.

