જુગારમાં પ્રતિ દિવસ 1000 પાઉન્ડ હારનારા જુગારીઓની આર્થિક ક્ષમતાની તપાસ થશે

ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના કારણે ગેમ્બલિંગ સાર્વત્રિક બની ગયું છે – લૂસી ફ્રેઝર

Tuesday 02nd May 2023 12:47 EDT
 
 

લંડન

સરકાર ગેમ્બલિંગ પર નવા આકરા નિયંત્રણો લાવી રહી છે જે અંતર્ગત ગેમ્બલિંગમાં પ્રતિ દિવસ 1000 પાઉન્ડ ગુમાવનાર જુગારીની તપાસ કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 24 કલાકમાં 1000 પાઉન્ડ અને 90 દિવસમાં 2000 પાઉન્ડ હારી જનાર જુગારીઓ સામે તપાસ શરૂ કરાશે. ગેમ્બલિંગ કાયદાઓમાં મોટો ફેરફાર કરાતાં હવે પ્રતિ દિવસ 125 પાઉન્ડ હારી જનાર જુગારીઓનું ફાઇનાન્સિયલ બેકગ્રાઉન્ડ તપાસવામાં આવશે. જોકે આ તપાસ કેવી રીતે કરાશે તે સ્પષ્ટ કરાયું નથી.

કલ્ચર સેક્રેટરી લૂસી ફ્રેઝર દ્વારા આગામી થોડા સમયમાં આ યોજનાની રૂપરેખા સંસદમાં રજૂ કરાશે. તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ ફોનના વધારા સાથે દરેક ફોન પર હવે લાસવેગાસ ઉપલબ્ધ બની ગયું છે. 2020માં ઓલિવર ડાઉડેન દ્વારા પહેલીવાર ગેમ્બલિંગના કાયદાઓની સમીક્ષાની જાહેરાત કરાઇ હતી પરંતુ જુગારીઓના ઘણા કિસ્સા સામે આવ્યા હોવા છતાં સરકાર દ્વારા પ્રસ્તાવિત સુધારા હજુ સુધી રજૂ થઇ શક્યા નથી. હવે ફ્રેઝર માને છે કે ફ્રેઝર તેમના પ્રસ્તાવો ડિજિટલ યુગ માટે યોગ્ય છે.

ફ્રેઝરે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના કારણે ગેમ્બલિંગ સાર્વત્રિક બની ગયું છે. 24 કલાક ગમે ત્યારે, ગમે તે સ્થળે ગેમ્બલિંગ ઉપલબ્ધ છે. ઘણી એપ જુગારની સુવિધા પૂરી પાડે છે. જુગારના વ્યસનીઓ માટે સ્માર્ટ ફોન એક હાથવગું સાધન બની ગયો છે. તેથી સરકાર સૌથી વધુ નબળી વ્યક્તિને જુગાર સામે સુરક્ષા આપવા માગે છે.

સરકાર ગેમ્બલિંગ કંપનીઓ પર વધારાની જકાત નાખવા ઇચ્છે છે જેનો ઉપયોગ જુગારના વચનની સારવાર અને રિસર્ચ માટે કરાશે.

25 વર્ષથી નાના જુગારીઓના ફાઇનાન્સની વિગતવાર તપાસ કરાશે

સરકારે જુગારના દુષણથી યુવાધનને બચાવવા આકરા નિયમો તૈયાર કર્યા છે જે અંતર્ગત 25 વર્ષથી નીચેના ગેમ્બલિંગ કરનારા યુવાઓના ફાઇનાન્સની વિગતવાર તપાસ કરાશે. ઓનલાઇન સ્લોટ મશીન પર તેમને બે થી 4 પાઉન્ડની જ બેટ લગાવવાની પરવાનગી અપાશે. બેટ રમતા પહેલાં તેમની પાસેથી આઇ-કાર્ડની માગ કરાશે. સરકાર માને છે કે યુવાઓ જુગારના વ્યસની બનવાનું મોટું જોખમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter