લંડનઃ પોતાને કેન્સર હોવાનું અને તે પૂરવાર કરવા માટે બનાવટી મેડિકલ રિપોર્ટ બનાવનાર સોલિસિટર સોહમ નિતિન પંચામિયાની સોલિસિટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલ દ્વારા હકાલપટ્ટી કરાઇ છે. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, સોહમે અપ્રમાણિકતાના ઘણા કામ કર્યાં હતાં. તેઓ અમેરિકી કાયદા કંપની રીડ સ્મિથ ખાતે સોલિસિટર તરીકે કામ કરતા હતા. પોતાની હકાલપટ્ટી ન કરાય તે માટે દલીલ કરતાં સોહમે જણાવ્યું હતું કે, અસામાન્ય સંજોગોના કારણે મારે અપ્રમાણિકતાથી વર્તવું પડ્યું હતું.
જો કે ટ્રિબ્યુનલે દલીલ ફગાવી દેતાં જણાવ્યું હતું કે, સોહમની અપ્રમાણિકતા અત્યંત ગંભીર છે. તેમને તેમની ભૂલ સુધારવા માટે સંખ્યાબંધ તક મળી હતી પરંતુ તેમણે તેમ કર્યું નહોતું. તેમણે પોતાનું જુઠ્ઠાણું છૂપાવવા બીજા જુઠ્ઠાણા ઉપજાવી કાઢ્યાં હતાં.

