જુઠ્ઠી સાક્ષી માટે લામ્બેથના ડેપ્યુટી લીડર રેઝિના ચૌધરીના રાજીનામાની માગ

Tuesday 17th June 2025 12:27 EDT
 

લંડનઃ ઓછા વાહનો ધરાવતા પરા વિસ્તાર મુદ્દે હાઇકોર્ટમાં જુઠ્ઠી સાક્ષી આપવાનો આરોપ મૂકાતાં સાઉથ લંડનના લામ્બેથની લેબર કાઉન્સિલના ડેપ્યુટી લીડર રેઝિના ચૌધરીના રાજીનામાની માગ કરાઇ છે. રેઝિના પર જજને ગેરમાર્ગે દોરવા અને કાઉન્સિલના કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘનનો આરોપ મૂકાયો છે.

જજ ટીમ સ્મિથએ લો ટ્રાફિક નેબરહૂડને રદ કરવાનો લામ્બેથ કાઉન્સિલને આદેશ આપ્યા બાદ દેશનું ધ્યાન આ મામલા પર ગયું હતું. જજે જણાવ્યું હતું કે આ યોજના ગેરકાયદેસર રીતે અમલી બનાવાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter