જૂઠ્ઠું બોલનાર લેબર સાંસદ ફિયોનાની હકાલપટ્ટી

Wednesday 09th January 2019 02:29 EST
 
 

લંડનઃ સ્પીડીંગનો આરોપ ટાળવા માટે પોલીસ સમક્ષ જૂઠ્ઠું બોલવા બદલ દોષી ઠરેલા લેબર પાર્ટીના ૩૫ વર્ષીય સાંસદ ફિયોના ઓનાસાન્યાની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

ન્યાય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બદલ એક મહિના અગાઉ તે દોષી ઠર્યાં તે દિવસે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયાં હતાં. પક્ષના અધ્યક્ષ ઈયાન લેવેરીએ જાહેરાત કરી હતી કે ફિયોનાએ સાંસદપદેથી હટી જવાં અને નવા લેબર ઉમેદવારને પીટરબરો બેઠકનું બાય ઈલેક્શન લડવાં દેવાનો ઈન્કાર કર્યો તેના બીજા દિવસે જ તેમને પક્ષમાંથી હાંકી કઢાયાં હતાં.

તેમણે ઉમેર્યું હતું કે તેમની સામે બીજાં પગલાં લેતા પહેલા તેઓ જાન્યુઆરીના અંતમાં ફિયોનાને થનારી સજાની રાહ જોશે. હવે પીટરબરોના અપક્ષ સાંસદ રહેલા ફિયોનાએ જણાવ્યું હતું કે તેઓ સત્તાની મર્યાદામાં શહેરના પ્રતિનિધિ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter