લંડનઃ ભારતની ટાટા મોટર્સ કંપનીની માલિકીની બ્રિટિશ કાર મેકર કંપની જેગુઆર લેન્ડ રોવરના સીઇઓ પદે મૂળ ભારતીય એવા પી બી બાલાજીની નિયુક્તિ કરાઇ છે. બાલાજી એડ્રિયન માર્ડેલનું સ્થાન લેશે. માર્ડેલ 3 વર્ષ ફરજ બજાવ્યા બાદ વિદાય લઇ રહ્યાં છે. બાલાજી ટાટા મોટર્સમાં વર્ષ 2017થી ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ નવેમ્બરથી જેગુઆર લેન્ડ રોવરના સીઇઓ પદે કામગીરી શરૂ કરશે.


