લંડનઃ સાંસદ રોબર્ટ જેનરિકે બર્મિંગહામને સ્લમ એરિયા ગણાવતા મોટો વિવાદ સર્જાયો છે. બર્મિંગહામના હેન્ડ્સવર્થ વિસ્તારની તાજેતરની મુલાકાત બાદ જેનરિકે જણાવ્યું હતું કે, હેન્ડ્સવર્થ મેં જોયેલા અત્યંત બદતર વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે. મને અહીં કોઇ શ્વેત ચહેરો જોવા મળ્યો નથી. મને એમ લાગ્યું કે હું આપણા દેશના સ્લમ એરિયામાં આવી ગયો છું.
બર્મિંગહામમાં હેન્ડ્સવર્થમાં વિવિધ સમુદાયોના લોકો વસવાટ કરે છે. અહીં 25 ટકા પાકિસ્તાની, 23 ટકા ભારતીય, 10 ટકા બાંગ્લાદેશી, 16 ટકા અશ્વેત આફ્રિકન અને 9 ટકા શ્વેત લોકો રહે છે. જેનરિકે જણાવ્યું હતું કે હું રહેવા ઇચ્છું તેવો આ દેશ રહ્યો નથી.
જેનરિકે જણાવ્યું હતું કે, શહેરોના કેટલાક વિસ્તારો અત્યંત ગીચ બની ગયાં છે. કોઇ તમને રેસિસ્ટ કહેશે તેવા ડરથી તમે ચર્ચાની અવગણના કરી શકો નહીં. મને તો તે વિસ્તાર સ્લમ જેવો જ લાગ્યો હતો.


