જેફરી એપસ્ટેઇન સેક્સ કાંડઃ પ્રિન્સ એન્ડ્રુની સંડોવણીના આરોપોથી ખળભળાટ

એપસ્ટેઇન સાથેના સંબંધો મુદ્દે ખુલાસો કરવા પ્રિન્સ પર પ્રચંડ દબાણ

Tuesday 09th January 2024 10:59 EST
 
 

લંડનઃ અમેરિકામાં એપસ્ટેઇન સ્કેન્ડલમાં જારી કરાયેલા નવા કોર્ટ દસ્તાવેજોમાં ડ્યૂક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુનું નામ આવતાં પ્રિન્સના સંબંધો પર નવો વિવાદ સર્જાયો છે. દોષી ઠરેલા સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટેઇન સાથેના સંબંધો અંગે ખુલાસો કરવા પ્રિન્સ એન્ડ્રુ પર નવેસરથી દબાણ સર્જાયું છે.

નવા દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુ સહિત 170 જેટલાં અગ્રણીઓના એપસ્ટેઇન સાથેના સંબંધોનો ખુલાસો કરાયો છે. એપસ્ટેઇને સેક્સ અપરાધો માટે પોતે દોષી હોવાની કબૂલાત કરી હતી અને 2019માં જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

કોર્ટ દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુ દ્વારા કરાયેલા શારીરિક શોષણના આરોપોનો ખુલાસો કરાયો છે પરંતુ પ્રિન્સ આ આરોપોનું ખંડન કરી રહ્યાં છે. એપસ્ટેઇન પર આરોપો મૂકનાર મહિલાઓ પૈકીની એક વર્જિનિયા ગુફ્રેએ દાવો કર્યો છે કે 2001માં લંડન ખાતે તેને પ્રિન્સ એન્ડ્રુ સાથે શારીરિક સંબંધ બનાવવાની ફરજ પડાઇ હતી. તે સમયે તે 17 વર્ષની હતી. વર્જિનિયાએ 2022માં પ્રિન્સ એન્ડ્રુ સામે દીવાની ખટલો દાખલ કર્યો હતો. બીજી એક પીડિતા જોહાના જોબર્ગે આરોપ મૂક્યો હતો કે 2001માં એપસ્ટેઇનના મેનહટ્ટન ખાતેના એપાર્ટમેન્ટમાં પ્રિન્સ એન્ડ્રુએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. જોકે બકિંગહામ પેલેસે જોહાનાના આરોપો નકારી કાઢ્યાં હતાં.

કિંગ ચાર્લ્સ પ્રિન્સ એન્ડ્રુનું પ્રાઇવેટ ફંડિંગ અટકાવશે

લંડનઃ જેફરી એપસ્ટેઇન કોર્ટ દસ્તાવેજોમાં નામ બહાર આવ્યા બાદ પ્રિન્સ એન્ડ્રુ પર ગંભીર સવાલો સર્જાયા છે પરંતુ પોલીસે તેમની સામે નવેસરથી તપાસ શરૂ કર્યાનો ઇનકાર કરી દીધો છે. બીજીતરફ કિંગ ચાર્લ્સ તેમના ભાઇનું પ્રાઇવેટ સિક્યુરિટી ફંડિંગ અટકાવી દેવાની તૈયારી કરી રહ્યાં છે. તેમને હાલનું નિવાસસ્થાન ખાલી કરાવવામાં આવે તેવી પણ સંભાવના છે. ડ્યુક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુ 2004થી વિન્ડસર કેસલમાં આવેલી રોયલ પ્રોપર્ટીમાં વસવાટ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter