જેમ્સ ક્લેવરલી લંડનના મેયરપદની ચૂંટણીમાં ઝંપલાવશે

2028માં યોજાનારી ચૂંટણી માટે ક્લેવરલીએ શેડો કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું

Tuesday 01st September 2026 11:36 EDT
 
 

લંડનઃ પૂર્વ હોમ અને ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જાહેરાત કરી છે કે તેઓ લંડનના મેયર પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં ભાગ લેવા માટે શેડો કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે.  તેમણે જણાવ્યું હતું કે, હું લંડનના મેયર પદ માટે કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે મારી દાવેદારી રજૂ કરી રહ્યો છું, કારણ કે આપણા પાટનગરને માત્ર એક વહીવટદાર કરતાં કંઈક વિશેષની જરૂર છે. બ્રેઈનટ્રીના સાંસદ ક્લેવરલીએ શેડો હાઉસિંગ સેક્રેટરી પદેથી તત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય અંગે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકને માહિતગાર કર્યા હતા. જોકે, તેમણે સાંસદ પદેથી રાજીનામું આપ્યું નથી. બેડનોકે જણાવ્યું હતું કે, લંડન મેયરની ચૂંટણી માટે ક્લેવરલી જેવા મજબૂત નેતા આગળ આવ્યા તે બદલ સંતોષ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter