લંડનઃ જો તમને જેમ્સ બોન્ડની કાર ખરીદવાની તક મળે તો કેટલામાં ખરીદવા ઈચ્છશો? બ્રિટિશ ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા લંડનમાં થયેલી હરાજીમાં જેમ્સ બોન્ડ દ્વારા સ્પેક્ટર મૂવીમાં ઉપયોગમાં લેવાયેલી એસ્ટન માર્ટિન ડીબી-૧૦ કાર ૨૪,૩૪,૫૦૦ પાઉન્ડ્સ (લગભગ ૨૪ કરોડ રૂપિયા)માં વેચાઈ હતી.
આ ડીબી-૧૦ની પ્રથમ વખત જ હરાજી થઈ છે. ડીબી-૧૦ સીરીઝની કાર વેચાણ માટે ઉપલબ્ધ નથી. એસ્ટન માર્ટિને આ મોડલની માત્ર ૧૦ કાર બનાવી હતી, જેમાંથી આઠનો ઉપયોગ ફિલ્મના શૂટિંગ માટે કરાયો હતો અને બે શો કાર હતી. સ્પેક્ટર ફિલ્મમાં જેમ્સ બોન્ડ ‘ડેનિયલ ક્રેગ’ની એક્ટિંગની સાથોસાથ આ કારની પણ ઘણી ચર્ચા થઈ હતી. એસ્ટન માર્ટિન ડીબી-૧૦ કારની ટોપ સ્પીડ ૩૦૫ કિ.મી. પ્રતિ કલાક છે, પરંતુ હરાજીના આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર માત્ર સંગ્રહ માટે જ છે અને પબ્લિક રોડ્સ પર ચલાવી શકાય તેમ નથી.


