જેરેમી કોર્બીનને બ્રિટિશ ઈન્ડિયન સંસ્થાઓનો સામૂહિક પત્ર

Wednesday 16th October 2019 03:36 EDT
 
 

 

બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ

માનનીય જેરેમી કોર્બિન MP

લીડર ઓફ ધ લેબર પાર્ટી

હાઉસ ઓફ કોમન્સ

લંડન, SW1A 0AA

પ્રિય મિ. કોર્બીન

લેબર પાર્ટી અને બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી

કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે તેવા તમામ પક્ષોના લાંબા સમયના વલણને હર મેજેસ્ટીના વિરોધ પક્ષે પડતું મૂક્યું છે અને તેમ કરીને યુનાઈટેડ કિંગ્ડમમાં કોમ્યુનિટી વચ્ચે અસંવાદિતાના બીજ વાવ્યા છે તે બાબતે અમારી નારાજગી દર્શાવવા અમે સામૂહિક રીતે આ પત્ર બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ઉપક્રમે લખ્યો છે.

લેબર પાર્ટીની તાજેતરમાં મળેલી કોન્ફરન્સમાં જે તાકીદનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે અમને મંજૂર નથી કારણ કે તે અન્ય દેશોની અને તેમની વચ્ચેની આંતરિક બાબતોમાં દખલગીરી સમાન છે અને તેનો મુસદ્દો એકપક્ષી અને વિભાજક છે. તમારા જ એક શેડો કેબિનેટ મેમ્બરના શબ્દોમાં કહીએ તો તે ‘અધકચરી માહિતી સાથે પક્ષપાતી’ છે.

કાશ્મીર મુદ્દાને યુનાઈટેડ કિંગ્ડમના રાજકારણમાં લાવવાના થઈ રહેલા વ્યાપક પ્રયાસો વિશે પણ અમે ખૂબ ચિંતિત છીએ કારણ કે તે કોમ્યુનિટી સંવાદિતા પર ગંભીર અને વિપરિત અસર ઉભી કરી શકે તેમ છે. ૧૫મી ઓગસ્ટ,૨૦૧૯ના રોજ અમે ભારતીય હાઈ કમિશન બહાર ભયાનક ઘટનાઓ અને ધરપકડોના સાક્ષી રહ્યા છીએ.

એક તરફ, બ્રેક્ઝિટથી આપણા દેશમાં ગંભીર વિભાજન સર્જાયું છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને દીર્ઘકાલીન, મૂલ્યવાન વ્યૂહાત્મક સાથીદાર સાથે આપણા રાજદ્વારી સંબંધોનો નાશ કરવા સાથે જ યુનાઈટેડ કિંગ્ડમમાં વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે વધુ અલગાવ સર્જવાની જરા પણ જરૂર નથી.

ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં તમામ ધર્મોના લોકો, તમામ જાતિના અને તમામ વંશીયતાના લોકોના વિકાસમાં અવરોધરુપ જરીપુરાણી અને અસ્થાયી જોગવાઈને દૂર કરવા સામે લેબર પાર્ટીના અઘટિત પ્રત્યાઘાતથી અમને વિશેષ નિરાશા ઉપજી છે. લેબર પાર્ટી પ્રગતિ, માનવ અધિકાર અને મૂલ્યો માટે અડગપણે ઉભી રહેશે તેવી અમારી અપેક્ષા હતી.

શંકાને ટાળવા માટે અમારા સંગઠનોએ કોઈ પક્ષીય રાજકારણનું વલણ લીધું નથી અને તમામ પક્ષોના સભ્યોને સ્થાન આપ્યું છે. જોકે, આ સંદર્ભમાં અમને આ ગંભીર મુદ્દાને પ્રકાશમાં લાવવાની જરૂર પડી છે. તમારા પક્ષ અને તમારા દ્વારા જે કઠોર અભિગમ અપનાવાયો છે તેના પરિપ્રેક્ષ્યમાં લેબર પાર્ટીના પ્રતિનિધિઓ સાથે સંવાદ-સંપર્ક આગળ વધારવાના સ્તર અને પ્રકાર વિશે પુનઃ વિચારણા કરવા અમે અમારા સભ્યો અને કોમ્યુનિટીના સાથીઓ સાથે પરામર્શ કરી રહ્યા છીએ.

આપના તાકીદના પ્રતિભાવની અપેક્ષા છે.

બ્રિટિશ ઈન્ડિયન સંસ્થાઓના સામૂહિક હસ્તાક્ષર

સી. બી. પટેલ

પ્રકાશક/તંત્રી

ગુજરાત સમાચાર/Asian Voice

• અંકુર (મર્સીસાઈડ) • અનૂપમ મિશન ટેમ્પલ • ઔદિચ્ય ગઢિયા અને ખેરાડી બ્રહ્મ સમાજ • BAPS સ્વામીનારાયણ સંસ્થા (યુકે) • ભાદરણ બંધુ સમાજ (યુકે) • બ્રાહ્મણ સોસાયટી નોર્થ લંડન • બ્રિટિશ હિંદુ વોઈસ • છ ગામ કોમ્યુનિટી (CGNM)• સિટી હિંદુઝ નેટવર્ક • કોવેન્ટ્રી એન્ડ વોરિકશાયર બ્રહ્મ સમાજ • ધર્મજ સોસાયટી ઓફ લંડન• એથનીક માઈનોરિટી ફાઉન્ડેશન (યુકે) • યુરોપ ઈન્ડિયા ફોરમ • ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશન્સ • ફ્રેન્ડ્સ ઓફ કેરા (યુકે)• ગીતા ફાઉન્ડેશન • હિંદુ કાઉન્સિલ નોર્થ • હિંદુ કાઉન્સિલ (યુકે) • હિંદુ કલ્ચરલ સોસાયટી બ્રેડફર્ડ • હિંદુ ફોરમ ઓફ બ્રિટન• હિંદુ પંજાબી સભા ઓફ લીડ્ઝ • હિંદુ સ્વયંસેવક સંઘ (યુકે) • હિંદુ યુથ ફોરમ વુલ્વરહેમ્પ્ટન • હિંદુ યુથ ઓર્ગેનાઈઝેશન• I.S.S.O. ટેમ્પલ્સ• ઈન્ડિયા સેન્ટર યુકે • ઈન્ડિયા પ્રોફેશનલ્સ ફોરમ (IPF) • ઈન્ડિયન એસોસિએશન ઓલ્ધામ • ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, નોર્ધર્ન આયર્લેન્ડ• ઈન્ડિયન મેટાફિઝીકલ સોસાયટી, બોલ્ટન• ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ એસોસિએશન (INSA) • ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન • ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી • જૈન નેટવર્ક • કલાની સેવા • કન્નડ સંઘ નોર્થ, માન્ચેસ્ટર • કરુણાદીના અનિવાસી હિંદુગલ ઓક્કોટ્ટા (યુકે) • લીડ્ઝ પ્રગતિ મંડળ • લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગ્ડમ• લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન• LRK ટેમ્પલ, વોરિંગ્ટન • માન્ચેસ્ટર દેસી ગ્રૂપ• મિલાપ ગ્રૂપ• નડિયાદ સમાજ (યુકે) • નાર યુનિયન (યુકે)• નારણપુર મિત્ર મંડળ (યુકે)• નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ • નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ • નેશનલ હિંદુ સ્ટુડન્ટ્સ ફોરમ (NHSF)• નવનાત વણિક એસોસિએશન (યુકે) • નોર્થવેસ્ટ મરાઠી એસોસિએશન• વનજૈન • પરજીયા પટ્ટણી એસોસિએશન (લંડન)• પીપુલ સેન્ટર લેસ્ટર• પોસન (યુકે)• રામ કૃષ્ણ ભજન મંડળ ઓફ લીડ્ઝ• રામદેવપીર ભજન મંડળ• સાલે ઈન્ડિયન કલ્ચરલ સોસાયટી • સનાતન સેવા મંડળ (યુકે)• સંગત સેન્ટર• શ્રી બળદિયા લેવા પટેલ સર્વોદળ (યુકે) • શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ• શ્રી ભારતીય મંડળ (ઈન્ડિયન એસોસિએશન ટેમીસાઈડ)• શ્રી ગિરનારા સોની સમાજ (યુકે)• શ્રી ગોદપુર લેવા પટેલ કોમ્યુનિટી (યુકે)• શ્રી હિંદુ કોમ્યુનિટી સેન્ટર (બર્મિંગહામ)• શ્રી હિંદુ ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટ (લીડ્ઝ)• શ્રી જલારામ મંદિર (ગ્રીનફર્ડ) •શ્રી જલારામ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર (લેસ્ટર) •શ્રી કલ્યાણ મંડળ (રગ્બી) •શ્રી કચ્છ ભારાસર મિત્ર સેવા મંડળ (યુકે) • શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે)• શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ • શ્રી લોગાન્સ મહાયાના એશ્ટન-અંડર-લેન • શ્રી નારણપર ગામ (યુકે)• શ્રી પ્રજાપતિ એસોસિએશન (યુકે) • શ્રી પ્રજાપતિ એસોસિએશન (બર્મિંગહામ)• શ્રી પ્રજાપતિ એસોસિએશન (બ્રેડફર્ડ) • શ્રી પ્રજાપતિ એસોસિએશન (લેસ્ટર) • શ્રી રાજપૂત સંગઠન સમાજ (લેસ્ટર) • શ્રી સામત્રા લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) • શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ• શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી ઈસ્ટ લંડન • શ્રી સ્વામીનારાયણ દીન દયાળ સેવા ટ્રસ્ટ (યુકે) • શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ (યુકે) • શ્રી સ્વામીનારાયણ મંદિર ભૂજ • શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, કિંગ્સબરી • શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ કાર્ડિફ • શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ વિલ્સડન • શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર • શ્રી વલ્લભ નિધિ ટેમ્પલ (યુકે) • શ્રીનાથધામ નેશનલ હવેલી એન્ડ કોમ્યુનિટી સેન્ટર (યુકે) • SHYAM • SKS સ્વામીનારાયણ ટેમ્પલ (ઈસ્ટ લંડન) • સોજીત્રા સમાજ (યુકે) • સાઉથ ઈસ્ટ ગુજરાતી એસોસિએશન • સુરજપુર લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) • સરે ગુજરાતી હિંદુ સોસાયટી • સ્વીન્ડન હિંદુ ટેમ્પલ • ધ બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન • ધ બ્રિટિશ શીખ એસોસિએશન• ધ વાંઝા કોમ્યુનિટી ઓફ સાઉથ લંડન (કેન્ટન) • અપ્ટન સેન્ટર એસોસિએશન • અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ( LBN)• વસો નાગરિક મંડળ (યુકે)• VHP માન્ચેસ્ટર • VHP ઈલ્ફર્ડ • વિશ્વ હિંદુ કેન્દ્ર • વિશ્વ હિંદુ પરિષદ (યુકે)• વોટફર્ડ હિંદુ ગ્રૂપ• વેલિંગબરો ડિસ્ટ્રિક્ટ હિંદુ એસોસિએશન• યંગ ઈન્ડિયન વેજિટેરિયન્સ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter