જેલમાં સારા શરીફના પિતાની હત્યાનો પ્રયાસ, બે કેદી સામે ગુનો દાખલ

Tuesday 18th August 2026 13:30 EDT
 
 

લંડનઃ પોતાની જ 10 વર્ષની પુત્રી સારાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઉરફાન શરીફ પર લંડનની બેલમાર્શ જેલમાં થયેલા કથિત હત્યાના પ્રયાસના મામલે સ્ટીવન સેન્સમ અને એડમ વોટસન સામે કેસ દાખલ કરાયો છે. સીપીએસના ડેપ્યુટી ચીફ પ્રોસિક્યુટર ડેરેન સ્ટ્રીટરે જણાવ્યું હતું કે, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જાન્યુઆરી 2025માં એચએમપી બેલમાર્શ જેલમાં બનેલી ઘટનાના સંદર્ભમાં સ્ટીવન સેન્સમ અને એડમ વોટસન સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાનો નિર્ણય લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter