જેલમાંથી શસ્ત્રોનું રેકેટ ચલાવતા ગેંગસ્ટર અમેરન ખાનની સજામાં 6 વર્ષનો વધારો

Tuesday 13th January 2026 10:25 EST
 

લંડનઃ કેદની સજા ઘટાડવા જેલમાંથી જ શસ્ત્રોનું રેકેટ ચલાવનાર હેરોઇન સ્મગલરની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 2014માં પાકિસ્તાનથી લંડનમાં 10 મિલિયન પાઉન્ડના હેરોઇનની દાણચોરી માટે ઝડપાયેલા અમેરન ઝેબ ખાનને 22 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

ખાને તેની સાથે જેલમાં સજા કાપી રહેલા ભત્રીજા સરવીથ રહેમાન સાથે મળીને બર્મિંગહામ સ્થિત ગેંગ સાથે કાવતરું ઘડી સેલ્ફ લોડિંગ હેન્ડગન અને કારતૂસ મેળવ્યાં હતાં. ખાનને એવી આશા હતી કે જો તે શસ્ત્રો અંગેની બાતમી નેશનલ ક્રાઇમ એજન્સીને આપી દેશે તો તેની કેદની સજામાં 10 વર્ષનો ઘટાડો થઇ શકે છે. પરંતુ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેની સજામાં બીજા 6 વર્ષનો વધારો કરી દીધો હતો.

ખાન જેલની બહાર રહેલા તેના ભાઇઓ ખૈબર રહેમાન, અકબર રહેમાન અને એહમદ હુસેન સાથે મળીને આ શસ્ત્રોનું રેકેટ ચલાવી રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter