જેહાદી સફાઈકર્મીને પાંચ વર્ષની જેલ

Friday 26th May 2017 06:38 EDT
 

લંડનઃ ફ્યુઝિલીઅર લી રિગ્બીની હત્યા વાજબી હોવાનું પોતાની પત્ની કહેનારા અને ISIS ને સપોર્ટ કરનારા રેક્સહામના ૪૯ વર્ષીય ઉદ્દામવાદી સફાઈકર્મી આબિદ અલીને પાંચ વર્ષની સજા ફરમાવાઈ છે.

આબિદ અલીએ પોતાનું નામ બદલીને ડેરેન ગ્લેનોન રાખ્યું હતું. તેની પાસેથી પાર્લામેન્ટના નકશા, ડાઉનિંગ સ્ટ્રીટ નંબર ૧૦ ખાતે સલામતી વ્યવસ્થાની વિગતો સહિતની સંવેદનશીલ અને ગુપ્ત સુરક્ષા માહિતી મળી આવી હતી. જેહાદી શસ્ત્ર તરીકે કારનો ઉપયોગ કરવાનો વિચાર પણ તેણે અન્યો સાથે અમલી બનાવવા કહ્યું હતું.

ગત બે વર્ષ દરમિયાન હિંસક વિડિયો નિહાળી અને જેહાદી પ્રવચનો સાંભળી તે આતંકવાદી વિચારસણીઓથી પ્રભાવિત થયો હતો. તેની પત્નીએ માહિતી આપી હતી કે તે કામ કરતી હતી તે RAFથાણાની સિક્યુરિટી બેરેક્સમાં બોમ્બ મૂકવા ઈચ્છતો હતો કારણકે આબિદને વિસ્ફોટકોના અવાજ અને વિનાશ ગમતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter