જૈમીન બોરખેતરીયા સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપના કોમર્શિયલ ચીફ

Wednesday 14th November 2018 01:08 EST
 
 

લંડનઃ સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપના સેલ્સ ડાયરેક્ટર જૈમીન બોરખેતરીયા એ કંપનીના ચીફ કોમર્શિયલ ઓફિસર પદે બઢતી મેળવી છે. તેઓ ૨૦૦૫માં સેલ્સ મેનેજર તરીકે બિઝનેસમાં સામેલ થયા હતા અને હવે મહત્ત્વના હોદ્દા પર નિયુક્ત થયા છે. બોરખેતરીયા સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપની સાઉથોલ ટ્રાવેલ, અવે હોલિડેઝ, ટ્રાવેલ ટ્રોલી અને તાજેતરમાં જ લોન્ચ કરાયેલી ST Fly અને ST Sports સહિત મુખ્ય કન્ઝ્યુમર બ્રાન્ડ્સ તેમજ બી-ટુ-બી બ્રાન્ડ્સ એપલહાઉસ ટ્રાવેલ અને ધ હોલિડે ટીમની કામગીરી માટે જવાબદારી ધરાવશે. તેમનો જન્મ દારેસલામમાં થયો હતો અને મૂળ વતન ભાણવડ છે. જૈમીન બોરખેતરીયાગઝલ અને ભજન ગાવાનો શોખ ધરાવે છે.

ગ્રૂપના સીઈઓ કુલજિન્દર બહિયાએ જણાવ્યું હતું કે,‘૨૦૦૫માં અમારી સાથે જોડાયા પછી જૈમીન આ બિઝનેસના વિકાસમાં મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે અને અમારા ચીફ કોમર્શિયલ ઓફિસર તરીકે તેમની નિયુક્તિ જાહેર કરતા મને આનંદ થાય છે.’

સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપની સ્થાપના ૧૯૮૪માં થઈ હતી. આજે તે યુકેમાં સૌથી મોટી ટ્રાવેલ કંપનીઓમાં એક તરીકે પ્રખ્યાત છે. તાજેતરમાં જ તેને સન્ડે ટાઈમ્સ ગ્રાન્ટ થોર્ન્ટન ટોપ ટ્રેક ૨૫૦ લીગ વાર્ષિક ટેબલમાં ૧૧મો ક્રમ અપાયો હતો, જે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter