લંડનઃ બ્રિટિશ ભારતીય જોડિયા ભાઇ-બહેન ક્રિસ અને કૈરા અરોરાને ઉચ્ચ આઇક્યૂ ધરાવતા બાળકોની મેન્સા મેમ્બરશિપ ક્લબમાં સામેલ કરાયાં છે. બંનેએ તેમની સામે મૂકાયેલા તમામ પડકાર સફળતાપુર્વક પાર કર્યાં હતાં. ક્રિસને મેન્સાની આઇક્યૂ ટેસ્ટમાં સૌથી વધુ 162 માર્ક પ્રાપ્ત થયાં હતાં જેના કારણે ઉચ્ચ આઇક્યૂ ધરાવતા 0.26 ટકા બાળકોમાં તેને સ્થાન મળ્યું છે.
ક્રિસની બહેન કૈરાએ પણ કેટલ થર્ડ બી સ્કેલ પર 152નો સ્કોર કર્યો હતો જેના કારણે તેને ઉચ્ચ આઇક્યૂ ધરાવતા 2 ટકા બાળકોમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
તેમની માતા મૌલી અરોરાએ જણાવ્યું હતું કે બંને ભાઇબહેન અત્યંત સ્પર્ધાત્મક છે. ક્રિસના કારણે કૈરા પણ આ ટેસ્ટમાં ભાગ લેવા તૈયાર થઇ હતી. ક્રિસને પિયાનો વગાડવા અને રોબોટિક્સનો અભ્યાસ પસંદ છે જ્યારે કૈરા કવિતાઓ અને રચનાત્મક લેખનકાર્ય કરે છે.
ક્રિસ મેથ્સમાં ઘણો પાવરધો છે અનેતે કેમ્બ્રિજમાં મેથ્સનો અભ્યાસ કરવા માગે છે. જ્યારે કૈરા લૉયર બનવા માગે છે. તેમના પિતા નિશ્ચલ અરોરા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે. 25 વર્ષ પહેલાં તેઓ યુરે આવ્યા હતા.