લંડનઃ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનના રાજીનામા બાદ વર્તમાન પીએમ રિશી સુનાકની મુશ્કેલીઓ વધી ગઈ છે. પીએમ સુનાકને ત્રણ પેટાચૂંટણીનો સામનો કરવો પડશે. જેના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી માટે લોકોમાં નારાજગી વધી શકે છે. જોન્સનના નજીકના સાથી નેડિન ડોરિસે પણ શુક્રવારે તેમની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. તે પછી નાઇજલ એડમ્સે બીજા જ દિવસે સંસદમાંથી રાજીનામું આપી દીધું. આ રીતે ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. સુનાક જાન્યુઆરી 2025માં સામાન્ય ચૂંટણી પહેલાં વિપક્ષી લેબર પાર્ટીની લીડ ઘટાડવા માંગે છે. લેબર પાર્ટીએ તાજેતરના મતદાનમાં 9થી 14પોઈન્ટની લીડ મેળવી હતી. તે 2022 કરતાં ઓછી હતી. તે સમયે આ લીડ 20 પોઈન્ટ પર પહોંચી ગઈ હતી. જોન્સનની સીટ અબ્રિજ અને સાઉથ રૂઇલિપને જીતવી મુશ્કેલ હરિફાઈ હોઈ શકે છે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ આ સીટ 2019માં ખૂબ જ ઓછા માર્જિનથી જીતી હતી. ગયા મહિને યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 1,000થી વધુ કાઉન્સિલરો ગુમાવ્યા દક્ષિણ ઈંગ્લેન્ડમાં ત્રીજા હતા. આ ચૂંટણીઓમાં પક્ષ લિબરલ ડેમોક્રેટ્સે મોટી લીડ મેળવી છે.


