જ્હોન્સન, નરેન્દ્ર મોદી અને એન્ટોનિયો ગુટેરેસની ઉષ્માસભર મુલાકાત

Wednesday 03rd November 2021 06:26 EDT
 
 

સ્કોટલેન્ડમાં ગ્લાસગો ખાતે યુએન ક્લાઇમેટ શિખર પરિષદમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએન વડા એન્ટોનિયો ગુટેરેસની અરસપરસ ઉષ્માસભર મુલાકાત થઈ હતી. આ પરિષદના યજમાનો જ્હોન્સન અને યુએન વડાએ નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. ભારતેઆ બેઠકમાં ક્લાઇમેટ ચેન્જ અંગે ૨૦૭૦ના વર્ષ સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત, વિશ્વના વનોનો નાશ થતો અટકાવવાના પગલાં પણ જાહેર કરાયા છે. બ્રિટિશ વડા પ્રધાને ભારત સહિત વિશ્વના દેશો માટે ક્લીન ગ્રીન ઈનિશિયેટિવ ફંડની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ આ શિખર પરિષદમાં ભાગ લેવા આવ્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter