જ્હોન્સનને દોષી ઠેરવતા પ્રિવિલેજ કમિટીના રિપોર્ટ પર કોમન્સની મહોર

રિપોર્ટની તરફેણમાં 354 અને વિરુદ્ધમાં ફક્ત 7 મત પડ્યાં

Tuesday 20th June 2023 12:47 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પાર્ટીઓના આયોજન મુદ્દે બોરિસ જ્હોન્સને જાણીજોઇને સંસદને ગેરમાર્ગે દોરી હોવાનું તારણ આપતા રિપોર્ટને હાઉસ ઓફ કોમન્સે બહુમતીથી સ્વીકારી લીધો છે. હાઉસ ઓફ કોમન્સમાં પ્રિવિલેજ કમિટીના રિપોર્ટ પર કરાયેલા મતદાનમાં રિપોર્ટની તરફેણમાં 354 અને વિરોધમાં ફક્ત 7 મત પડ્યાં હતાં. પૂર્વ વડાંપ્રધાન થેરેસા મે, કોમન્સના લીડર પેની મોરડૌન્ટ, એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગન સહિતના વરિષ્ઠ કન્ઝર્વેટિવ સાંસદોએ રિપોર્ટની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે સર બિલ કેશ, નિક ફ્લેચર, એડમ હોલોવે, કાર્લ મેકકાર્ટની, જોય મોરિસ્સી અને હીથર વ્હીલરે વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter