લંડનઃ વન ડિરેક્શન સ્ટાર ઝાયન મલિકના બનેવી 23 વર્ષીય માર્ટિન ટાઇસરને ડ્રગ ડિલિંગ કેસમાં કેદની સજા ફટકારાઇ છે. માર્ટિન ટાઇસરના લગ્ન સપ્ટેમ્બર 2019માં ઝાયન મલિકની નાની બહેન સફા સાથે થયા હતા. અધિકારીઓએ તેના બ્રાડફોર્ડ સ્થિત ઘરે દરોડા પાડી 17000 પાઉન્ડનું કોકેન જપ્ત કર્યું હતું. બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટે ટાઇસરને 4 વર્ષ કેદની સજા ફટકારી હતી. તે કેવ લાઇન ડ્રગ ડિલિંગ કાર્ટેલ સાથે સંકળાયેલો હતો.


