ટાઈમ ટુ પે સ્કીમ હેઠળ ટેક્સ બિલ ૧૨ મહિના સુધીના ગાળામાં હપ્તાથી ચૂકવવાની સવલત

Wednesday 27th January 2021 00:53 EST
 
 

લંડનઃ સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સના ૨૫ ટકા વર્કર્સ તેમના જાન્યુઆરી ૨૦૨૧ના ટેક્સ પેમેન્ટ્સની મોડી ચૂકવણી કરવાની ફિરાકમાં છે. ટાઈમ ટુ પે ( Time To Pay) સ્કીમ હેઠળ ૬૯.૧ મિલિયન પાઉન્ડના ટેક્સ બિલ્સની ચૂકવણીમાં વિલંબ થયો જ છે. Which? Moneyના સર્વે અનુસાર ૩૧ જાન્યુઆરી સુધીમાં ટેક્સ રિટર્ન ભરવાના થતાં હોય તેવી ચારમાંથી એક વ્યક્તિ તેમના ૨૦૧૯-૨૦ના ટેક્સ પેમેન્ટ્સમાં વિલંબ કરવાની તૈયારીમાં છે.

કોરોના વાઈરસની અસરના લીધે સરકારે તમારું ટેક્સ બિલ ૧૨ મહિના સુધીના ગાળામાં ચૂકવાય તેવી ટાઈમ ટુ પે વ્યવસ્થાની લાયકાતના ધોરણોમાં હંગામી ફેરફાર કર્યા છે. HMRCના આંકડા મુજબ ૧ ઓક્ટોબર ૨૦૨૦થી આશરે ૨૫,૦૦૦ સેલ્ફ-એસેસર્સે ટાઈમ ટુ પે વ્યવસ્થાનો લાભ લીધો છે જેના પરિણામે, ૬૯.૧ મિલિયન પાઉન્ડના ટેક્સ બિલ્સની ચૂકવણી વિલંબમાં પડી છે. જોકે, ૨૦૧૯-૨૦ના ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા હોય તો જ તમે આ યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકો છો અને હજુ લાખો રિટર્ન્સ ફાઈલ કરાયા નથી.

• જાન્યુઆરીમાં ટેક્સ બિલ ચૂકવી ન શકો તો શું થાય?: કોવિડ-૧૯ના લીધે લોકોની નામાકીય સ્થિતિ કથળી હોવાથી ઘણા લોકોને ટેક્સ બિલ ચૂકવવાનું ભારે પડે તેમાં નવાઈ નથી. ઓક્ટોબર ૨૦૨૦માં Which? દ્વારા ૪,૦૦૦ લોકોનો સર્વે કરાયો હતો. તેમાં જણાયું હતું કે ટેક્સ રિટર્ન કમ્પ્લીટ કરનારા પાંચમાંથી એક વ્યક્તિએ જુલાઈ ૨૦૨૦ના ટેક્સની ચૂકવણી મુલતવી રાખી હતી. સરકારે સ્વરોજગારી લોકોને મદદ કરવાના પેકેજના ભાગરુપે જુલાઈની ચૂકવણી મુલતવી રાખવાનો વિકલ્પ મૂક્યો હતો. અગાઉ, ૧૦,૦૦૦ પાઉન્ડથી ઓછો ટેક્સ ચૂકવવાનો થતો હોય તેમના માટે આ વિકલ્પ હતો પરંતુ, કોરોના વાઈરસ મુદ્દે કામચલાઉ પગલાંમાં ૩૦,૦૦૦ પાઉન્ડથી ઓછો ટેક્સ ચૂકવવાનો થતો હોય તેમને આ વિકલ્પ અપાયો હતો

• ટાઈમ ટુ પે સ્કીમ કેવી રીતે કામ કરે છે?: જો તમે ટાઈમ ટુ પે વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોય તો તમારા ટેક્સની ચૂકવણી નાના હપ્તાઓમાં જાન્યુઆરી ૨૦૨૨ સુધીના ૧૨ મહિનામાં કરી શકાય છે. આનો અર્થ એ છે કે ૨૦૧૯-૨૦ના ટેક્સ વર્ષનો તમામ બાકી ટેક્સ ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં સંપૂર્ણ ચૂકવાઈ જવો જોઈએ જ્યારે તમારો ૨૦૨૦-૨૧નો ટેક્સ પણ ચૂકવવાનો થશે. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ પછી બાકી રહેતા ૨૦૧૯-૨૦ના કોઈ પણ ટેક્સ પર તમારે ૨.૬ ટકાના દરે વ્યાજ ચૂકવવાનું થશે.

• ટાઈમ ટુ પે સ્કીમ માટેની લાયકાતઃ આ સ્કીમની લાયકાત માટે

• તમારી ટેક્સની બાકી ચૂકવણી ૩૦,૦૦૦ પાઉન્ડની ઓછી હોવી જોઈએ.

• gov.uk પર સાઈન કરો અને Government Gateway ID મેળવો

• તમારું ૨૦૧૯-૨૦નું ટેક્સ રિટર્ન ફાઈલ કરવા સાથે કેટલો ટેક્સ બાકી છે તે જાણવું જોઈએ

• ટેક્સ રિટર્ન્સ અથવા HMRCના કોઈ નાણા બાકી ન હોવાં જોઈએ

જો તમારા ટેક્સના નાણા ૩૦,૦૦૦ પાઉન્ડથી વધારે હોયઅને તમારે ટેક્સ ચૂકવવા ૧૨ મહિનાથી વધુ સમય જોઈતો હોય તો તમે અલગ પ્રકારના ઈન્સ્ટોલમેન્ટ પ્લાનના વિકલ્પો વિશે જાણી શકો છો.

• જો તમે ટેક્સ બિલ મોડું ચૂકવો તો શું થશે?:  જો તમે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ જશો અને વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોય તો તમારે ભારે દંડનો સામનો કરવો પડશે જે સમયાનુસાર વધતો જશે. જે તારીખથી ટેક્સ ભરવાનો બાકી થતો હશે તેના પર તમારે ૨.૬ ટકાના દરે વ્યાજ ચૂકવવાનું થશે

        • ૩૦ દિવસ પછી બાકી ટેક્સની ૫ ટકા જેટલી ચાર્જની રકમ તમારા બિલમાં ઉમેરાશે.

        • છ મહિના (૩૧ જુલાઈ) પછી વધુ ૫ ટકા ચાર્જ બિલમાં ઉમેરાશે.

        • ૧૨ મહિના (બીજા વર્ષની ૩૧ જાન્યુઆરી) પછી વધુ ૫ ટકા ચાર્જ તમારા કુલ બિલમાં ઉમેરાશે.

જો તમે ટેક્સ રિટર્ન ભરવામાં વિલંબ કરશો તો પણ તમારે વધારાની પેનલ્ટીઝ ચૂકવવાની થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter