ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરન નાઇટ કમાન્ડર (કેબીઇ)થી સન્માનિત

અમારો સંકલ્પ ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવી અને સમૃદ્ધ ભાવિના નિર્માણનો છેઃ નટરાજન ચંદ્રશેખરન

Tuesday 24th March 2026 11:34 EDT
 
 

લંડનઃ ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને યુકે અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં અમૂલ્ય યોગદાન માટે 18 માર્ચના રોજ નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશ્નરના નિવાસસ્થાને આયોજિત સમારોહમાં નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (કેબીઇ)થી સન્માનિત કરાયા હતા. ટાટા ગ્રુપ લાંબા સમયથી યુકેમાં ઓટોમોટિવ, સ્ટીલ સહિતના સેક્ટરમાં રોકાણ કરી રહ્યું છે.

આ પ્રસંગે ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરને ડણાવ્યું હતું કે, ચંદ્રશેખરન ભારતના કોર્પોરેટ જગતના પ્રતિભાશાળી વ્યક્તિ અને યુકેના અદ્દભૂત મિત્ર છે. કિંગ ચાર્લ્સ તરફથી તેમને અપાયેલા સન્માનથી હું ઘણી આનંદિત છું. આ સન્માન વૈશ્વિક વેપારમાં તેમના પ્રભાવ અને ભારત તથા યુકે વચ્ચેની વિકાસની તકો વધારવામાં યોગદાનનો પુરાવો છે. ઉદ્યોગસાહસિકતા, દૂરંદેશી અને મહત્વાકાંક્ષા ધરાવતુ તેમનું નેતૃત્વ બંને દેશ વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઇ પર લઇ ગયું છે.

ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કિંગ ચાર્લ્સે એનાયત કરેલા સન્માનને વિનમ્રતાથી સ્વીકારું છું. આ મારું નહીં પરંતુ ટાટા ગ્રુપના મારા તમામ સહયોગીઓનું  સન્માન છે. યુકે પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા મજબૂત અને અડગ છે. અમે યુકેમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યાં છીએ. અમારો સંકલ્પ બંને દેશ વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવી અને સમૃદ્ધ ભાવિના નિર્માણનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter