ટાટા સ્ટીલ અને કર્મચારીઓ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો

40 વર્ષમાં પહેલીવાર પોર્ટ તાલબોટ પ્લાન્ટના કર્મચારી હડતાળ પર જશે

Tuesday 16th April 2024 10:40 EDT
 

લંડનઃ ટાટા સ્ટીલની માલિકીના બ્રિટન સ્થિત સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટના કર્મચારીઓએ 40 વર્ષમાં પહેલીવાર હડતાળ પર જવાની યોજના બનાવી છે. ટાટા સ્ટીલ દ્વારા પોર્ટ તાલબોટ ખાતેના પ્લાન્ટમાં બ્લાસ્ટ ફરનેસ બંધ કરીને ઇલેક્ટ્રિક ફરનેસ સ્થાપિત કરવા લેવાયેલા નિર્ણયોના કારણે 2800 કર્મચારીઓની નોકરી પર જોખમ સર્જાતાં યુનાઇટ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે સાઉથ વેલ્સ પ્લાન્ટ અને નજીકના ન્યોર્ટ લિયાનવર્ન ખાતેના 1500 કર્મચારીએ હડતાળને સમર્થન આપ્યું છે.

યુનાઇટ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલ પાસે અન્ય વિકલ્પો પણ છે. યુકેમાં ટાટા સ્ટીલની યોજનાઓ ટૂકાગાળાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. જનરલ સેક્રેટરી શેરોન ગ્રેહામે જણાવ્યું હતું કે, જો કર્મચારીઓ હડતાળ પર જશે તો તેમના પેકેજ ઘટાડી નાખવામાં આવશે તેવી ટાટા સ્ટીલની ચેતવણી છતાં હડતાળનો નિર્ણય લેવાયો છે. ટાટા સ્ટીલે જણાવ્યું છે કે કર્મચારીઓની હડતાળની ચેતવણી છતાં તેની યોજના યથાવત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter