ટાટા સ્ટીલ પ્લાન્ટઃ યુનિયનો વચ્ચેની ખેંચતાણથી નોકરી બચાવવાના પ્રયાસોને ફટકો

Tuesday 19th December 2023 12:25 EST
 
 

લંડનઃ કામદાર યુનિયનો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના કારણે ટાટાના પોર્ટ તાલબોટ ખાતેના યુકેના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટમાં હજારો નોકરીઓ બચાવવાના પ્રયાસોને ફટકો પડી રહ્યો છે. ટાટા કંપનીએ પોર્ટ તાલબોટ સ્ટીલ પ્લાન્ટ ખાતેથી 3000 કામદારોને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. યુનિયનો કોમ્યુનિટી અને જીએમબી અને બીજીતરફ યુનિયન યુનાઇટના નેતાઓ વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે અને યુનાઇટે ક્રોસ યુનિયન મંત્રણાઓને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો છે. કોમ્યુનિટીના આગેવાનોએ વિવાદનો ઉકેલ લાવવા માટે યુનાઇટના નેતાઓને આમંત્રણ આપ્યું છે.

ગયા મહિને ટાટાએ તમામ યુનિયનોને જણાવ્યું હતું કે, તે સાઉથ વેલ્સ ખાતેના પ્લાન્ટમાં બ્લાસ્ટ ફરનેસ બંધ કરીને નવી ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્થાપિત કરવા માગે છે. જેના કારણે 3000 જેટલા કામદારોને નોકરી ગુમાવવાનો વારો આવશે.

શરૂઆતમાં તો યુનિયનોએ એકજૂથ થઇને નોકરીઓ બચાવવા માટે લડત આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે તેમની વચ્ચે જ વિવાદો સર્જાયાં છે. કોમ્યુનિટી અને જીએમબીના આગેવાનો યુનાઇટના નિર્ણયોની આકરી ટીકા કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter