ટાટાની પોર્ટ ટાલબોટ સ્ટીલ વર્ક્સ પર વર્ષો સુધી બંધ થઇ જવાનું જોખમ

3600 નોકરી ચાલી જવાનો યુનિયનોને ભય, શહેરમાં દેખાવો યોજ્યાં

Tuesday 21st November 2023 12:35 EST
 
 

લંડનઃ ટાટા સ્ટીલ દ્વારા વિચારણા અંતર્ગતના પ્રસ્તાવ અનુસાર પોર્ટ ટાલબોટ સ્ટીલ વર્ક્સ વર્ષો સુધી બંધ થઇ શકે છે અને તા પગલે પ્લાન્ટ અને તેના બાકી રહેલા કર્મચારીઓને આયાતી સ્ટીલ પર નિર્ભર રહેવું પડી શકે છે. ટાટા સ્ટીલે આ અંગેની માહિતી યુનિયનના પ્રતિનિધિઓને આપી દીધી છે પરંતુ અંતિમ નિર્ણય અંગે કોઇ જાહેરાત કરી નથી. શનિવારે પ્લાન્ટના કર્મચારીઓ દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં.

પોર્ટ ટાલબોટ પ્લાન્ટ બંધ થવાની વિપરિત અસરો પડશે તેવો યુનિયનોને ભય છે. તેના કારણે ટાટાની ન્યૂપોર્ટ નજીક આવેલી ઓટોમોટિવ સ્ટીલ ફેક્ટરીને પણ બંધ કરવાની ફરજ પડી શકે છે જેના કારણે વધુ 600 નોકરીઓ પર જોખમ સર્જાશે.

આ વિસ્તારના સાંસદ સ્ટીફન કિન્નોકે જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલના પ્રસ્તાવો ઇન્ડસ્ટ્રીયલ તોડફોડ છે. ડીકાર્બનાઇઝેશનની પ્રક્રિયા સેતૂ સમાન હોવી જોઇએ નહીં કે ખાઇ સમાન. 3 મુખ્ય યુનિયન કોમ્યુનિટી, જીએમબી અને યુનાઇટ દ્વારા આ પ્લાન્ટ બંધ ન થાય તે માટે આગામી દિવસોમાં વૈકલ્પિક યોજના રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. જો આ પ્લાન્ટ બંધ થશે તો માર્ચ 2024 સુધીમાં 3000 નોકરી ચાલી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter