લંડનઃ ટિલ્ડા અને યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) આ વર્ષે ‘Helping Mums Together - હેલ્પિંગ મમ્સ યુગેધર’ અભિયાન પુનઃ લાવી રહ્યા છે જેમાં, સેલેબ્રિટી ટીવી શેફ, લેખક અને સસ્ટેનેબિલિટી ચેમ્પિયન સાયરસ ટોડીવાલા OBE DL પણ ભાગીદાર બન્યા છે. દરેક ખાસ માર્કિંગ કરાયેલા ટિલ્ડા પ્યોર બાસમતી રાઈસ પેક દ્વારા બાંગલાદેશમાં કુપોષણ અને જન્મના નીચા વજન દર સામે લડવામાં મદદ તરીકે નવી માતા અથવા સગર્ભા મહિલા અથવા નાના બાળકને પોષણને ઉત્તેજન આપતા ભોજનની સમકક્ષ ભંડોળ આપવામાં આવશે.
ગત પાંચ વર્ષ દરમિયાન ટિલ્ડાએ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ મારફત બાંગલાદેશમાં કુપોષણથી પીડાતી કોમ્યુનિટીઓને મદદરુપ બનવા અંદાજે ૬ મિલિયન પોષણક્ષમ ભોજનની સમકક્ષ દાન કર્યું છે.
આ અભિયાન બાબતે સાયરસે જણાવ્યું હતું કે,‘ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને સપોર્ટ કરવા ટિલ્ડા સાથે પાર્ટનરશિપ કરવી તે બહુમાન છે. બાળકોને તેમના જીવનના પ્રથમ ૧,૦૦૦ દિવસ દરમિયાન પોષણ મળે તે અતિ મહત્ત્વનું છે, જે તેમના યોગ્ય શારીરિક અને જ્ઞાનસંબંધી વિકાસની
ચોકસાઈ કરે છે. હેલ્પિંગ મમ્સ યુગેધર અભિયાન પ્રત્યક્ષ રીતે આ ભારે અસલામત લોકજૂથને લક્ષ્ય બનાવે છે.’
સાયરસે કોઈ પણ પ્રસંગ માટે સંપૂર્ણ ગણાય તેવી તેની પસંદપાત્ર રેસિપીઓમાંની એક વાનગી તૈયાર કરી છે અને તેની વહેંચણી કરી છે.
પોષણને વધારતું ભોજન માતાઓ માટે સુપર સીરીઅલ તેમજ બાળકો માટે સુપર સીરીઅલ પ્લસના સ્વરૂપમાં છે જે, વિટામિન અને ખનિજતત્વોથી સમૃદ્ધ પોરિજ અથવા રાબ છે જેના થકી જન્મસમયે ઓછાં વજન સામે લડવામાં આવશ્યક પોષણ આપવામાં મદદ મળે છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની લંડન ઓફિસમાં કોમ્યુનિકેશન્સ, એડવોકસી એન્ડ માર્કેટિંગ વિભાગના વડા જેન હોવાર્ડે સમજાવ્યું હતું કે,‘ કોક્સ બાઝારમાં અને તેની આસપાસ નિર્વાસિતો અને સ્થાનિક લોકો સાથે અમે જે કામ કરીએ છીએ તે અમારા કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
અમે મજબૂત કોમ્યુનિટીના સર્જનમાં મદદરુપ બનવા માગીએ છીએ જે, ઈમર્જન્સીઝ સામે વધુ સારી રીતે કામ પાર પાડે. અમે વધુ આર્થિક તકો આપવા માટે ખેડૂતોના બજારની સ્થાપના માટે સક્રિયપણે કાર્ય કરીએ છીએ જ્યાં, એન્ટ્રેપ્રીન્યોરશિપમાં WFP ટ્રેનિંગ પ્રાપ્ત કરેલી મહિલાઓ સહિત સ્થાનિક લઘુ હિસ્સાધારકો પોતાનું ઉત્પાદન નિર્વાસિતોને વેચાણ કરી શકે. ગત પાંચ વર્ષમાં ટિલ્ડાના સમર્થને કુપોષિત માતાઓ અને પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોનાં સ્વાસ્થ્ય કલ્યાણમાં યોગદાન આપ્યું છે. છઠ્ઠા વર્ષે પણ સપોર્ટ આપવા બદલ અમે ટિલ્ડાના આભારી છીએ.’
ખાસ માર્કિંગ કરાયેલા ટિલ્ડા પ્યોર બાસમતી રાઈસ પેક્સ અને ટિલ્ડા બાસમતી રાઈસના પાઉચ્સ દેશભરમાં તમામ મુખ્ય રીટેઈલર્સ પાસેથી મળી શકશે.
વધુ માહિતી મેળવવા માટે tilda.com/mums ની મુલાકાત લેવા વિનંતી છે.