ટીમ સુનાકની ઘોષણા, ડોમિનિક રાબ ડેપ્યુટી પીએમ, સુએલા બ્રેવરમેન હોમ સેક્રેટરી

ટ્રસ કેબિનેટના 11 મંત્રીઓને પાણીચુ, હન્ટ ચાન્સેલરપદે યથાવત

Wednesday 02nd November 2022 06:06 EDT
 
 

લંડન

બ્રિટનના નવા વડાપ્રધાન રિશી સુનાકે લિઝ ટ્રસ કેબિનેટમાં સામેલ 11 મંત્રીઓનો નવી કેબિનેટમાંથી છેદ ઉડાડી દીધો છે. રિશી સુનાકે બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ મોગ, એજ્યુકેશન સેક્રેટરી કિટ માલ્ટહાઉસ, જસ્ટિસ સેક્રેટરી બ્રેન્ડલ લૂઇસ, વેલ્શ સક્રેટરી રોબર્ટ બકલેન્ડ, એન્વાયરમેન્ટ સેક્રેટરી રાની જયવર્દને સહિત 11 મંત્રીઓને પડતા મૂકવાનો નિર્ણય લીધો છે. જ્યારે રિશી સુનાકે જેરેમી હન્ટને ચાન્સેલર પદે યથાવત રાખતાં ડોમિનિક રાબને ડેપ્યુટી પીએમ પદે નિયુક્ત કર્યાં છે. રાબની પાસે ન્યાય મંત્રાલયનો પણ હવાલો રહેશે. સુનાક કેબિનેટમાં માઇકલ ગોવની વાપસી કરાઇ છે તો ભારતીયોના ઇમિગ્રેશન પર વિવાદાસ્પદ નિવેદનો આપનાર સુએલા બ્રેવરમેનને ફરી એકવાર હોમ સેક્રેટરી નિયુક્ત કરાયાં છે. સ્ટીવ બાર્કલેને હેલ્થ અને ઓલિવર ડોવડેનને કેબિનેટ ઓફિસનો હવાલો સોંપાયો છે. લીડરશિપની રેસમાં સુનાકને પડકાર આપનાર પેની મોરડૌન્ટને કેબિનેટમાં કોઇ મહત્વનું સ્થાન અપાયું નથી. તેઓ હાઉસ ઓફ કોમન્સમાંલીડર તરીકે યથાવત રહેશે. 

ટીમ સુનાક

ડોમિનિક રાબ – ડેપ્યુટી પીએમ, જસ્ટિસ સેક્રેટરી

જેરેમી હન્ટ – ચાન્સેલર

સુએલા બ્રેવરમેન – હોમ સેક્રેટરી

જેમ્સ ક્લેવરલી – ફોરેન સેક્રેટરી

બેન વોલેસ – ડિફેન્સ સેક્રેટરી

કેમી બેડનોક – ટ્રેડ સેક્રેટરી

પેની મોરડૌન્ટ – કોમન્સ લીડર

એલિસ્ટર જેક – સ્કોટિશ સેક્રેટરી

ક્રિસ હીટોન હેરિસ – નોર્ધન આયર્લેન્ડ

મિચિલી ડનલેન – કલ્ચર સેક્રેટરી

નદીમ ઝહાવી – ટોરી ચેરમેન

ગ્રાન્ટ શેપ્સ – બિઝનેસ સેક્રેટરી

થેરેસે કોફી – એન્વાયરમેન્ટ સેક્રેટરી

ઓલિવર ડાઉડેન – ચાન્સેલર ઓફ ડચી ઓફ લેન્કેસ્ટર

સ્ટીવ બાર્કલે – હેલ્થ સેક્રેટરી

ગિલિઅન કીગન – એજ્યુકેશન સેક્રેટરી

મેલ સ્ટ્રાઇડ – વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી

સાયમન હાર્ટ – ચીફ વ્હીપ

ડેવિડ ટીસી ડેવિસ – વેલ્શ સેક્રેટરી 

કયા મંત્રીઓનો છેદ ઉડ્યો

જેકબ રીસ મોગ, કિટ માલ્ટહાઉસ, બ્રેન્ડન લૂઇસ, રોબર્ટ બકલેન્ડ, ક્લો સ્મિથ, સાયમન ક્લાર્ક, રાની જયવર્દને, વેન્ડી મોર્ટન, જેક બેરી, વિકી ફોર્ડ, આલોક શર્મા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter