ટેક્સચોરીને પ્રોત્સાહન બદલ UBSને જંગી દંડ

Wednesday 06th March 2019 03:39 EST
 
 

લંડનઃ અમીર ગ્રાહકોને વિવિધ સ્કીમો બતાવીને ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે પ્રોત્સાહન આપવા બદલ ફ્રેંચ કોર્ટે યુબીએસને ૩.૭ બિલિયન યુરોનો ધરખમ દંડ ફટકાર્યો હતો.

પેરિસ ક્રિમિનલ કોર્ટે આ ગુનાને ‘ખૂબ જ ગંભીર’ ગણાવીને ફ્રેંચ સરકારને વધારાના ૮૦૦,૦૦૦ યુરો ચૂકવવા સ્વીસ બેંકને આદેશ કર્યો હતો. તેને લીધે યુબીએસના ૨૦૧૮ના ૪.૯ બિલિયન યુરોના ચોખ્ખા નફાનું ધોવાણ થશે. બેંકના વકીલોએ આ ચૂકાદા સામે બેંક અપીલ કરશે તેમ જણાવ્યું હતું. યુબીએસ બેસલ અને ઝ્યૂરીચ સ્થિત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેંક અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રૂપ છે. ૫૦થી વધુ દેશોમાં તેના ૬૦,૦૦૦ જેટલાં કર્મચારીઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter