ટેલફોર્ડના ડ્રગ માફિયા મોહમ્મદ રમઝાનને 16 વર્ષની કેદ

Tuesday 03rd December 2024 10:23 EST
 
 

લંડનઃ ટેલફોર્ડ અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સની કાર્ટેલ ચલાવનાર ગેંગલીડર મોહમ્મદ રમઝાનને અદાલત દ્વારા 16 વર્ષ કેદ ફટકારવામાં આવી છે. રમઝાન સજાથી બચવા માટે કેટલાક સમય માટે દેશ છોડીને પણ નાસી ગયો હતો. તે તેના કેટલાક સાથીઓ સાથે મળીને એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપ ચલાવતો અને હેરોઇન તથા કોકેન સપ્લાય કરતો હતો.

રમઝાનને માર્ચ 2024માં ડ્રગ્સની સપ્લાય ચેઇન ચલાવવા અને મની લોન્ડરિંગ માટે દોષી ઠેરવાયો હતો. તેને તેની ગેરહાજરીમાં જ શ્રુસબરી ક્રાઉન કોર્ટ દ્વારા 16 વર્ષ કેદની સજા અપાઇ હતી પરંતુ 27 નવેમ્બરે તે કોર્ટ સમક્ષ હાજર થતાં તેને જેલભેગો કરી દેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter