ટેસ્કો અને રોયલ મેઈલ દ્વારા ક્રિસમસ માટે નોકરીની ભરતી

Wednesday 13th October 2021 07:31 EDT
 
 

લંડનઃ રીટેઈલર્સ, સુપરમાર્કેટ્સ અને રોયલ મેઈલ ક્રિસમસના ધસારાને પહોંચી વળવા લગભગ ૧૦૦,૦૦૦ લોકોની કામચલાઉ ભરતીની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ કામગીરીમાં કેટલા લોકો બંધબેસતા હશે તે સવાલ છે.

ટેસ્કો અને રોયલ મેઈલ દ્વારા કામચલાઉ ભરતીની સત્તાવાર જાહેરાતો કરી દેવાઈ છે. ટેસ્કો ૩૦,૦૦૦ કામચલાઉ વર્કર્સની ભરતી કરનાર છે જેમાંથી અડધોઅડધ તો મહામારી દરમિયાન લેવાયેલા સ્ટાફનો કોન્ટ્રાક્ટ લંબાવી દેવાયો છે. બીજી તરફ, ક્રિસમસ કાર્ડ્સ, પ્રેઝન્ટ્સ અને અન્ય ઉત્સવલક્ષી ડિલિવરીઝમાં વાર્ષિક ઉછાળાને પહોંચી વળવા રોયલ મેઈલ ૨૦,૦૦૦ સીઝનલ વર્ક્સની ભરતી કરી રહ્યું છે.

અન્ય મોટા રીટેઈલર્સમાં સેઈન્સબરીઝ (૨૨,૦૦૦), એમેઝોન (૨૦,૦૦૦), જ્હોન લુઈસ પાર્ટનરશિપ (૭૦૦૦), મોરિસન્સ (૩૦૦૦) અને એલ્ડી (૧૫૦૦) કામચલાઉ ક્રિસમસ વર્કર્સની ભરતી કરનાર છે. આમ આ સેક્ટરમાં કુલ ૧૦૦,૦૦૦ હંગામી વર્કર્સની ભરતીની જોરદાર તૈયારી ચાલી રહી છે. આગામી સપ્તાહોમાં નાના રીટેઈલર્સ પણ ભરતી ચાલુ કરશે તેની સાથે આ આંકડો વધી જશે.

એવો પણ ભય સેવાય છે કે કંપનીઓને આ જગ્યાઓ પૂરવામાં મુશ્કેલી પડશે. સમગ્ર યુકેમાં ૧ મિલિયનથી વધુ નોકરીઓ ઓપન છે. સંખ્યાબંધ વિદેશી વર્કર્સ મહામારીના પગલે દેશ છોડી ગયા હોવાથી કંપનીઓને વર્કર્સની ભરતી કરવામાં તકલીફ પડી રહી છે. યુરોપથી આવનારા સીઝનલ વર્કર્સ પણ બ્રેક્ઝિટના કારણે આવી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter