લંડનઃ યુકે પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી દેશને ૨૦૦૩માં ઈરાક યુદ્ધમાં ધકેલવા બાબતે પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર સામે હવે વધુ તપાસ કરવામાં નહિ આવે. સર જ્હોન ચિલ્કોટની ઈરાક ઈન્ક્વાયરીમાં બ્લેરે ઈરાક અને સામૂહિક વિનાશના શસ્ત્રો મુદ્દે પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી હોવાના નકકર પૂરાવા અપાયા નથી.
ટોની બ્લેરે યુએસ પ્રમુખ જ્યોર્જ બુશને જણાવ્યું હતું કે,‘ગમે તે થાય, હું તમારી સાથે જ છું.’ આ પછી પોતાની કેબિનેટમાં વિશ્વાસમાં લીધા વિના જ તેમણે દેશને યુદ્ધની આગમાં ધકેલ્યો હતો. હાઉસ ઓફ કોમન્સની પબ્લિક એડમિનિસ્ટ્રેશન કમિટીએ જણાવ્યું હતું કે આ ઘટનાના ૧૪ વર્ષ પછી પણવડા પ્રધાન કેબિનેટ પ્રક્રિયાની અવગણના કરી ન શકે તેવા નિયમો જડબસલાક નથી. ચિલ્કોટ ઈન્ક્વાયરીએ વધુ તપાસનો આધાર આપ્યો નથી. નવા અને સુસંગત પૂરાવા હાથ ના લાગે ત્યાં સુધી બ્લેર સામે આ મુદ્દે તપાસ કરાશે નહિ.


