લંડનઃ વિશ્વભરના દેશોમાં વસતા એનઆરઆઈ (નોન રેસિડેન્ટ ઈન્ડિયન)ની સંપત્તિ અને પ્રભાવ વધ્યો છે. એચએસબીસી હુરુન ગ્લોબલ ઇન્ડિયન્સ રિચ લિસ્ટ 2024માં આ વાત સામે આવી છે. આ લિસ્ટમાં 101 એનઆરઆઈનો સમાવેશ કરાયો છે. આર્સેલર મિત્તલના ચેરમેન એલ.એન. મિત્તલ ટોપ પર છે. તેમની અંદાજિત સંપત્તિ 1,84,500 કરોડ રૂપિયા છે. હુરુનના જણાવ્યા મુજબ એનઆરઆઈઓએ ઉદ્યોગોને નવો આકાર આપ્યો છે અને વૈશ્વિક બજારો પર પ્રભાવ પાડયો છે. બીજા સ્થાને હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજા છે.
વિશ્વના ટોપ 10 એનઆરઆઇ ધનિકો
ક્રમ NRI સંપત્તિ ગ્રૂપ રહેવાસી
1. L.N.મિત્તલ અને પરિવાર 1,84,500 આર્સેલર મિત્તલ, લંડન
2. ગોપીચંદહિન્દુજા અને પરિવાર 1,78,600 હિન્દુજા ગ્રૂપ, લંડન
3. અનિલ અગ્રવાલ અને પરિવાર 1,11,500 વેદાંતા રિસોર્સીસ, લંડન
4. જય ચૌધરી 1,02,700 જસ્કેલર,રેનો
5. શ્રી પ્રકાશ લોહિયા 74,200 ઇન્ડોરામા, લંડન
6. યુસુફ અલી એમએ 60,000 લુલુ ગ્રૂપ, અબુ ધાબી
7. રોમેશ ટી વાધવાણી 36,900 સિમ્ફનીએઆઈ, પાલો આલ્ટો
8. સકેશ ગંગવાલ અને પરિવાર 36,700 ઇન્ટરગ્લોબ એવિયેશન, મિયામી
9. પી.વી. રામપ્રસાદરેડ્ડી 31,100 અરવિંદઘે ફાર્મા, ન્યુજર્સી
10. સની વર્કી 32,000 જેમ્સ એજ્યુકેશન, દુબઈ
(નોંધ: અંદાજિત સંપત્તિ કરોડ રૂપિયામાં.)


