ટોરી કાઉન્સિલર રોબિન વિકેરીનું રાજીનામું

Friday 19th June 2020 02:28 EDT
 
 

લંડનઃ સોશિયલ મીડિયા પર રંગભેદી લખાણ પોસ્ટ કરનારા કન્ઝર્વેટિવ કાઉન્સિલર રોબિન વિકેરીએ સફોક કાઉન્ટી અને ઈપ્સવિચ બરોના કાઉન્સિલર તરીકે રાજીનામું આપી દીધું છે. તેમણે અશ્વેત અને એશિયન લોકોને દેશપાર કરવા હાકલ કરતી પોસ્ટને શેર કરી હતી.

કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી પણ રાજીનામું આપનારા વિકેરી આગામી મે મહિનામાં નિવૃત્ત થવાના હતા. જોકે, આ લખાણો સંદર્ભે સેંકડો લોકોએ લોકલ ઓથોરિટીને ફરિયાદ કરતા તેમણે રાજીનામું આપ્યું હતું.  તેમણે ફેસબુક પર જ્યોર્જ પ્લોઈડના મૃત્યુને લી રિગ્બીની હત્યા સાથે સરખાવતી બે પોસ્ટ પણ શેર કરી હતી.

બંને કાઉન્સિલના કન્ઝર્વેટિવ ગ્રૂપ્સે તત્કાલ તપાસ હાથ ધરી વિકેરીને સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ, કાઉન્સિલર વિકેરીએ બંને હોદ્દા પરથી રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. રોબિન વિકેરીએ જણાવ્યું હતું કે તેમણે કાઉન્સિલો અને પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. તેઓ આગામી ચૂંટણીમાં નિવૃત્ત થવાના જ હતા પણ હવે બહું થયું. હવે તેઓ નિવૃત્તિને માણશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter