ટોરી કોન્ફરન્સમાં સુનાકની નીતિઓ અને અસંતુષ્ટો વચ્ચે ટકરાવ

એચએસટુ મામલે વડાપ્રધાન રિશી સુનાક ઘેરાયાં, લિઝ ટ્રસ આણિ મંડળીનું સુનાક સરકારને અલ્ટીમેટમ, કરવેરામાં કાપ, સ્ટેમ્પ ડ્યુટી અને વારસાઇ ટેક્સ નાબૂદીની માગ સામે સુનાક કેબિનેટ દ્વારા વિવિધ નીતિવિષયક આગેકૂચની જાહેરાત

Tuesday 03rd October 2023 11:45 EDT
 
 

લંડનઃ માન્ચેસ્ટરમાં ચાલી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં વડાપ્રધાન રિશી સુનાક અને તેમની નીતિઓના વિરોધી ટોરી નેતાઓ વચ્ચે સ્પષ્ટ તલવારો ખેંચાયેલી જોવા મળી રહી છે પરંતુ સુનાક અને તેમની કેબિનેટ આગામી દિવસોમાં સરકાર દ્વારા લેવાનારા વિવિધ પગલાંની જાહેરાત કરવામાં આવી રહી છે. તો બીજીતરફ લિઝ ટ્રસ આણિ મંડળીએ સુનાક સરકાર સામે બળવાનું બ્યૂગલ ફૂંકી દીધું છે. તેમની સાથે પ્રીતિ પટેલ સહિતના પૂર્વ મંત્રીઓએ પણ હાથ મિલાવ્યાં છે. એચએસટુ રેલવે પ્રોજેક્ટ સહિતના મુદ્દા વિવાદાસ્પદ બની રહ્યાં છે ત્યારે સુનાક માટે આગામી દિવસો કપરાં બની રહે તેવા સંકેત પ્રાપ્ત થઇ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter