ટ્યુબ ટ્રેનના શુક્રવારના ભાડાં ઘટાડવા ટીએફએલની વિચારણા

શુક્રવારે પ્રવાસીઓની સંખ્યામાં 28 ટકા જેટલો મોટો ઘટાડો

Tuesday 18th April 2023 13:13 EDT
 
 

લંડન

ટ્રાન્સપોર્ટ ફોર લંડન (ટીએફએલ) શુક્રવારના દિવસો માટે લંડન અંડરગ્રાઉન્ડ ટ્યુબ ટ્રેનના ભાડાં સસ્તા કરવા વિચારણા કરી રહી છે. લંડનના મેયર સાદિક ખાન દ્વારા આ યોજના પર વિચારણા કરવામાં આવી રહી છે જેથી પ્રવાસીઓની સંખ્યા કોરોના મહામારી પહેલાની સ્થિતિ પર લાવી શકાય. તાજેતરના આંકડા દર્શાવે છે કે સોમવારથી શુક્રવારના દિવસોમાં લંડનની ટ્યુબ ટ્રેનોના પ્રવાસીઓની સંખ્યામાં નાટકિય ઘટાડો જોવા મળ્યો છે. તેથી હવે લંડનના સત્તાવાળાઓ શુક્રવાર માટે ટ્યુબ ટ્રેનના ભાડા ઘટાડવા પર વિચારણા કરી રહ્યાં છે.

આંકડા દર્શાવે છે કે મંગળવાર, બુધવાર અને ગુરુવારની સરખામણીમાં શુક્રવારે સવારના સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. લંડન ટ્રાવેલ વોચના માઇકલ રોબર્ટ્સ કહે છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ અને કોરોના મહામારી પછી ઉદ્દભવલી નવી ટ્રાવેલ પેટર્નના કારણે ટીએફએલએ પ્રવાસીઓને તેમના ખર્ચેલા નાણાનું પુરતુ વળતર મળે તેના પર ટીએફએલે વિચારણા કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter