લંડનઃ પ્રકાશના પર્વને વધાવવા અને વિવિધ સમુદાયોના લોકોને એકસાથે લાવવા લંડનના મેયર સાદિક ખાન દ્વારા 29 ઓકટોબરના રોજ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે વાર્ષિક દીવાળી ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની પ્રતિતી કરાવતા કાર્યક્રમો, સંગીત અને વાનગીઓનો રસથાળ પીરસાયો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ, શિખ અને જૈન સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.


