લંડનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભદ્દી અને ઉદ્ધતાઇભરી ટિપ્પણીનો જવાબ આપતાં લંડનના મેયર સાદિક ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ લંડનની મુલાકાત લેવા ઇચ્છે છે તેની મને ખુશી છે. તેમને અહીં જોવા મળશે કે વૈવિધ્યતા અમને નબળાં નહીં પરંતુ મજબૂત, ગરીબ નહીં પરંતુ અમીર બનાવે છે. કદાચ એટલે જ ટ્રમ્પના કાર્યકાળમાં રેકોર્ડ સંખ્યામાં અમેરિકનો બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી રહ્યાં છે.
સ્કોટલેન્ડની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લંડનના મેયર સાદિક ખાનને બકવાસ વ્યક્તિ ગણાવતા જણાવ્યું હતું કે, હું તેમનો પ્રશંસક નથી. તેમણે ભયાનક કામગીરી કરી છે. જોકે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ટ્રમ્પને જણાવ્યું હતું કે, સાદિક ખાન મારા સારા મિત્ર છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું લંડનની મુલાકાત જરૂર લઇશ.

