લંડનઃ ટ્રમ્પની મુલાકાત સામે લંડનમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠાં થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિન્ડસર કેસલની બહારની દિવાલો પર ટ્રમ્પ અને સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિનની તસવીરો પ્રોજેક્ટ કરવા માટે 4 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. બુધવારે વિન્ડસરમાં એક કાર પણ ફરતી જોવા મળી હતી જેના પર ટ્રમ્પ અને એપસ્ટિનની તસવીરો લગાવેલી હતી.


