ટ્રસ વિરુદ્ધ ટોરીઝમાં અસંતોષની આતશબાજી , પીએમ પદ માટે રિશી સુનાક હોટ ફેવરિટ

ટ્રસની આર્થિક યોજનાઓ ધરાશાયી, બજેટ પર હન્ટનો હથોડો, હન્ટે 32 બિલિયન પાઉન્ડની કરરાહતો પાછી ખેંચી

Wednesday 19th October 2022 03:53 EDT
 

લંડન

મિની બજેટની હારાકિરીને પગલે ટોરી પાર્ટીમાં વધી રહેલા અસંતોષને ઠારવા લિઝ ટ્રસે તાત્કાલિક ક્વાસી ક્વારતેંગની હકાલપટ્ટી કરી જેરેમી હન્ટને નવા ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યાં પરંતુ તેમણે તો લિઝ ટ્રસના મિની બજેટની મોટાભાગની કરરાહતો પાછી ખેંચી લીધી. જેના કારણે આમ જનતા પર કરવેરાનો જૂનો બોજો પાછો લદાઇ ગયો છે. બીજીતરફ ટોરી પાર્ટીમાં  દીવાળી ટાણે અસંતોષની આતશબાજી જોવા મળી રહી છે. મોટાભાગના ટોરી સાંસદો અત્યારે બહુમતી સાંસદો રિશી સુનાક અથવા બોરિસ જ્હોન્સનની વાપસીની જોરદાર તરફેણ કરી રહ્યાં છે. આગામી દિવસો ટ્રસનું ભાવિ નક્કી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter