લંડનઃ બ્રિટનને ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના પ્રયાસો અંતર્ગત સરકાર અને સિટી ઓફ લંડન કોર્પોરેશને ટ્રાન્ઝિશન ફાઇનાન્સ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે આલોક શર્માની વરણી કરાઇ છે. પૂર્વ કન્ઝર્વેટિવ મંત્રી આલોક શર્મા 2019માં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ અને 2020માં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. ગ્લાસગો ખાતેની ક્લાઇમેટ સમિટમાં તેમણે મહત્વની ભુમિકા ભજવી હતી.
ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું હતું કે, અમે ફાઇનાન્સ સેક્ટરમાં વિશ્વનું નેતૃત્વ કરવા માગીએ છીએ. ગ્રીન ઇન્ડસ્ટ્રીમાં મૂડીરોકાણને પ્રોત્સાહન મળતાં મોટી સંખ્યામાં રોજગારની તકો સર્જાશે અ આર્થિક વિકાસના સરકારના મિશનમાં સહાય મળશે.
સેક્રેટરી ફોર એનર્જી સિક્યુરિટી એડ મિલિબેન્ડે જણાવ્યું હતું કે, આલોક શર્મા પર્યાવરણની જાળવણી માટે લડતા અથાક યોદ્ધા છે. ક્લીન એનર્જી 21મી સદીની ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રિયલ ઓપર્ચ્યુનિટી છે. ટ્રાન્ઝિશન ફાઇનાન્સ કાઉન્સિલ આ સેક્ટરોમાં મૂડીરોકાણ વધારવામાં મદદ કરી શકે છે.


