ટ્રાયલ પર આવેલા ડિવોર્સ કેસ ગુપ્ત નથીઃ હાઈકોર્ટ જજ

Wednesday 18th March 2020 07:32 EDT
 

લંડનઃ છુટાછેટાનો કેસ એક વખત ટ્રાયલ પર આવી જાય ત્યાર પછી તેની કોઇ ગુપ્તતા રહેતી નથી કારણ કે તે જાહેરમાં આવી ગયું છે, તેમ હાઈ કોર્ટના જજ જસ્ટીસ હોલમનનું માનવું છે. તેમની કોર્ટમાં તાજેતરમાં છુટાછેટાને લગતો એક કેસ આવ્યો, જેમાં નાણાંને કારણે વાત છુટાછેટા સુધી પહોંચી હતી.

છુટા પડનારા દંપતીના સંતાનોએ આ કેસની વિગતો જાહેર ન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. જોકે જજે કહ્યું હતું કે પ્રાથમિક સુનાવણી સુધી બરોબર છે પણ કેસ એક વખત ટ્રાયલ પર આવે ત્યાર પછી તેની ગુપ્તતા રહેતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter