ટ્રાવેલ કંપનીઓ નવા બૂકિંગ્સ માટે સજ્જ

Wednesday 26th January 2022 04:27 EST
 
 

લંડનઃ આગામી સપ્તાહથી યુકે આવી રહેલા વેક્સિનેટેડ પ્રવાસીઓ માટે બીજા દિવસના કોવિડ ટેસ્ટની જરૂરિયાત રદ કરવાના નિર્ણય સાથે ફેબ્રુઆરીની હાફ-ટર્મની રજાઓના ગાળામાં બૂકિંગમાં આવનારા નવા ઉછાળા માટે ટ્રાવેલ કંપનીઓ સજ્જ થઈ છે. જાન્યુઆરીમાં પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગ દૂર કરાયા પછી આવા જ બૂકિંગ્સમાં ઉછાળો આવ્યો હતો. મિનિસ્ટર્સની દરખાસ્ત હેઠળ વેક્સિન નહિ લીધેલા પ્રવાસીએ યુકેમાં આગમનના બીજા અને આઠમા દિવસે લેટરલ ફ્લો ટેસ્ટ લેવાના રહેશે તેમજ પેસેન્જર લોકેટર ફોર્મ પણ ભરવાનું રહેશે.

થોમસ કૂક, એક્સ્પીડિયા અને Jet2 સહિત બિઝનેસીસ હાફ-ટર્મ વીક અને ઈસ્ટર હોલીડેઝ દરમિયાન બૂકિંગ્સની તૈયારીમાં લાગ્યા છે તેવા સમયે નિયમો હળવા થવાનો ભારે લાભ મળશે. શાળાની આગામી રજાઓમાં વેક્સિન લીધેલા હોલીડેમેકર્સ માટે ફરજિયાત ટેસ્ટિંગનો અંત આવવાથી પરિવારોમાં ઉત્સાહ વધી જશે. ટેસ્ટિંગ પાછળ હજારો પાઉન્ડ ખર્ચવાના બદલે આલ્પ્સના ઢોળાવો અને કેનારીઝના કિનારાઓની મોજ માણી શકાશે.

પાંચ જાન્યુઆરી પછી યુકેના ફ્લાઈટ બૂકિંગ્સમાં દર સપ્તાહે ૩૫ ટકાનો વધારો થયો હતો. આ જ સમયગાળામાં યુકેના ગ્રાહકો દ્વારા વિદેશમાં રજાઓ ગાળવા અંગે ઓનલાઈન સર્ચમાં ૧૪૫ ટકાનો વધારો થયો હતો. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે ઈંગ્લેન્ડ માટે ટ્રાવેલ નિયંત્રણો હળવા બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ, અન્ય સરકારો પણ આ નીતિને અનુસરશે તેમ જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter