લંડનઃ નોટિંગહામના પ્રતિષ્ઠિત ટ્રાવેલર ફેમિલીના સભ્ય ફ્રેન્ક થોમ્પસનને મિલિયનો પાઉન્ડના નક્કર સોનાના કોફિનમાં દફનાવાયા હતા. ફ્રેન્ક નોટિંગહામ અને માન્ચેસ્ટરમાં ઘણા બિઝનેસ ધરાવતા હતા. તેમના એક પારિવારિક મિત્રે કોફિનની સાચી કિંમત જાહેર કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, આ કોફિન નક્કર સોનાનું બનેલું છે. તેમના પુત્ર વિદેશથી તેને આયાત કર્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, નાણા મહત્વના નથી. આ કોફિનની કિંમત 1 લાખ યુરો આસપાસ અંદાજવામાં આવી રહી છે.